તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:એક પણ નવો કેસ નહીં, એક દર્દી કોરોનામુક્ત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યમાં એક પુરૂષ દર્દીએ કોરોના સામે જીત્યો જંગ, ગ્રામ્યમાં રિકવરી રેઇટ 98.06%

આજે શહેર કે ગ્રામ્ય -તાલુકામાં એક પણ નવો કોરોના પોઝિટિવ કેસ મળ્યો નથી અને તેની સામે ગ્રામ્ય કક્ષાએ એક દર્દી કોરોનામુક્ત થતા ગ્રામ્ય કક્ષાએ કોરોનાના પોઝિટિવ દર્દીની સંખ્યા ઘટીને 7 થઇ ગઇ છે જ્યારે શહેરમાં બે દર્દી એક્ટિવ હોય સમગ્ર શહેર-જિલ્લામાં કુલ નવ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

ભાવનગર શહેરમાં આજ પણ એકેય નવો કેસ નોંધાયો નથી. આથી આજ સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 14,011 કેસ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 13,849 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ 98.84 ટકાએ યથાવત છે. જ્યારે આજે ગ્રામ્ય કક્ષાએ પણ એકયે નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી અને એક પુરૂષ દર્દી કોરનામુક્ત થતા આજ સુધીમાં ગ્રામ્ય-તાલુકા કક્ષાએ કુલ 7429 કેસ નોંધાયા છે અને તેની સામે કુલ 7285 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ વધીને 98.06 ટકા થઇ ગયો છે. સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 21,440 કેસ પૈકી 21,134 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ 98.57 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...