વેક્સિનેશનથી વિજય:ગ્રામ્ય ક્ષેત્રે 45+નો એકે’ય આધેડ રસીકરણના પ્રથમ ડોઝમાં બાકી નહીં

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીજા ડોઝમાં પણ 51 ટકા આધેડ રસીથી સુરક્ષિત થયા
  • ​​​​​​​10 તાલુકાના​​​​​​​ 45 વર્ષથી વધુના કુલ 3,97,590ના લક્ષ્યાંક સામે 4,01,523એ લઇ લીધો કોરોનાની રસીનો પ્રથમ ડોઝ

કોરોનાનું રસીકરણ ચાલુ કરાયું ત્યારે આરોગ્ય તંત્રને શંકા હતી કે શહેરમાં તો રસીકરણની ઝડપ આવશે પણ અંધશ્રદ્ધા અને વહેમને લીધે ગામડાઓમાં રસીકરણના લક્ષ્યાંક સિદ્ધ નહીં થાય. પણ આ આશંકા ખોટી પડી છે ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકામાં 45 વર્ષથી વધુ વયના માટે રસીકરણનો કુલ લક્ષ્યાંક 3,,97,590 રખાયો હતો તેમાં ગઇ કાલ સુધીમાં જ કુલ રસીકરણ 4,01,523 લોકોએ કરાવી લેતા લક્ષ્યાંક સિદ્ધિ 101 ટકા થઇ ગઇ છે. જે શહેર કે જિલ્લામાં હેલ્થ વર્ક અને ફ્રન્ટ લાઇન વર્કર બાદ સૌ પ્રથમ છે. શહેરમાં પણ હજી 45 વર્ષથી વધુ વયનાનું રસીકરણ 85 ટકાએ પહોંચ્યુ નથી.

સમગ્ર જિલ્લામાં 10 તાલુકામાં પ્રથમ ડોઝમાં કોરોનાનુ઼ ઓવરઓલ રસીકરણ 75 ટકાએ આંબ્યું છે જ્યારે શહેર કક્ષાએ ઓવરઓલ રસીકરણ 85 ટકાને આંબી ગયું છે. જો કે રસીકરણના પ્રથમ ડોઝમાં ગામડાના યુવાન કરતા શહેરના યુવાનો આગળ છે. ગ્રામ્ય કક્ષાએ રસીના પ્રથમ ડોઝમાં યુવાનોનું રસીકરણ 57 ટકા થયું છે જ્યારે શહેરમાં યુવાનોનું પ્રથમ ડોઝમાં રસીકરણ 66.68 ટકા થઇ ગયું છે.

45થી વધુ વયનાનું ગ્રામ્ય કક્ષાએ રસીકરણ
કુલ લક્ષ્યાંક3,97,590
પ્રથમ ડોઝ4,01,523
ટકાવારી101 ટકા
બીજો ડોઝ2,04,708
ટકાવારી51 ટકા
45થી વધુ વયનાનું શહેર કક્ષાએ રસીકરણ
કુલ લક્ષ્યાંક1,69,284
પ્રથમ ડોઝ1,42,623
ટકાવારી84.25 ટકા
બીજો ડોઝ1,02,178
ટકાવારી71.64 ટકા

બીજા ડોઝમાં યુવાનોમાં ઝડપ જરૂરી
ગ્રામ્ય કક્ષાએ કોરોના રસીકરણના બીજા ડોઝમાં ઝડપ જરૂરી છે.ગ્રામ્ય કક્ષાએ યુવાનો એટલે કે 18થી 44 વર્ષના લોકોમાં કુલ લક્ષ્યાંક 9,49,234નો છે અને તેની સામે 5,43,790 યુવાનોએ પ્રથમ ડોઝ લીધો હોય તેની ટકાવારી 57 ટકા છે પણ બીજા ડોઝમાં ગઇ કાલ સુધીમાં માત્ર 62,889 યુવાઓએ જ રસી લેતા હજી માત્ર 12 ટકા યુવાનોએ જ રસીનો બીજો ડોઝ લેતા 88 ટકા બીજા ડોઝથી વંચિત છે.

તાલુકા કક્ષાએ રસીકરણમાં ભાવનગર મોખરે
10 તાલુકામાં કોરોના રસીના પ્રથમ ડોઝમાં ભાવનગર તાલુકો મોખરે છે. ભાવનગર તાલુકામાં રસીના પ્રથમ ડોઝમાં કુલ લક્ષ્યાંક 106038 પૈકી 102570 લોકોએ રસી લઇ લેતા 96.7 ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે॥ જ્યારે સૌથી ઓછું ૫૮.૨ ટકા રસીકરણ ગારિયાધાર તાલુકામાં થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ રસીકરણનો આંકડો જોઈએ તો 1346824ના લક્ષ્યાંકમાં 999596 એ પ્રથમ ડોઝ અને 311659 લોકોએ બજો ડોઝ લઈ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...