• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Not A Single Death In Bhavnagar's Panchtalawada Village Due To Awareness Of Villagers In Koro Epidemic Which Has Been Going On For Two Years

ગાઇડલાઇનનું પાલન:બે વર્ષથી ચાલતી કોરોના મહામારીમાં ગ્રામજનોની સજાગતાથી ભાવનગરના પાંચતલાવડા ગામમાં એક પણ મોત નહીં

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ દ્વારા તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરાવાતા ગામ કુશળ રહ્યું

સમગ્ર વિશ્વમાં કોરોના બિમારીના હાહાકાર વચ્ચે પણ ભાવનગર જિલ્લાનું પાંચતલાવડા ગામ હસતું અને ક્ષેમકુશળ રહ્યું છે. અહીંયા સરપંચ દ્વારા તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરાવતા ગ્રામજનોની સજાગતાનું સારું પરિણામ જોવા મળ્યું અને કોરોનાકાળ દરમિયાન ગામમાં એક પણ મોત થવા પામ્યું ન હતું.

એક સમયે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, ભાવનગર જિલ્લાના સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા નાનકડા અને પ્રગતિશીલ ગામ પાંચતલાવડામાં કોરોનાએ સામે વિજય મેળવ્યો હતો. બે વર્ષના કોરોના બિમારીકાળમાં અહીંયા દસ પંદર વ્યક્તિ કોરોનામાં સપડાયા ખરાં, પરંતુ દવાખાને પ્રાથમિક સારવાર બાદ ગામમાં જ પોતાના ઘરે જ બીમારીને દૂર કરી હતી.

ભાવનગર જિલ્લામાં કોરોનાએ ગ્રામ્ય વિસ્તારોમાં દિનપ્રતિદિન કેસોમાં વધારો નોંધતો હતો. એક સમય ગ્રામ્યમાં 100થી વધુ કેસ આવતા હતા અને ભાવનગર જિલ્લામાં અત્યારે સુધીમાં 7396 કેસો પોઝિટિવ નોંધાયા છે અને તેની સામે ગ્રામ્યમાં 134 લોકોના મોત પણ નિપજયા હતા.

સણોસરા આરોગ્ય કેન્દ્રના સારવાર માર્ગદર્શન સાથે સરપંચ અને ગ્રામપંચાયતની જાગૃતિ સાથે ગ્રામજનોની સજાગતા રહેતા ગામ ક્ષેમકુશળ રહ્યું છે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માર્ગદર્શન આપતા હતા અને કોરોનાને ગંભીરતાથી લઈ તેની સામે રક્ષણ મેળવવામાં સફળતા મળી હતી,

સરપંચ બાલાભાઈ ડાંગર દ્વારા તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરાવ્યું હતું કોઈ ગામ એવું નહીં હોય જ્યાં કોરોનાને કારણે ગામમાં મૃત્યુ ન થયું હોય, પરંતુ અમે નસીબદાર છીએ કે અમારા ગામમાં બે વર્ષ દરમિયાન કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. આ માટે મારા ગામ અને મારા માટે ગર્વની બાબત છે. ગામના દરેક સભ્યોએ માસ્ક ફરજીયાત પેહરવું, સોશિયલ ડિસ્ટનસ જાળવવું, ગામમાં ટોળામાં કોઈ કાર્યક્રમો ન કરવા ગ્રામજનોએ લોકડાઉનનું પાલન કર્યું હતું જેના કારણે એક પણ દર્દી કે અન્યનું મરણ થયું નથી, સૌવ ગામ વાસીઓને એનું સારું પરિણામ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...