તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ ઘટ્યું:આ ફેબ્રુઆરીના બે સપ્તાહમાં ચાર દિવસ કોરોનાનો એક પણ કેસ નહીં

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેબ્રુઆરીના બે સપ્તાહમાં કુલ 43 પોઝિટિવ કેસ
  • જો કે સભાઓનો સમયગાળો આવ્યો હોય તકેદારી જરૂરી રવિવારે નવા 2 પોઝિટિવ કેસ સામે 4 દર્દી સાજા થયા

ભાવનગરમાં કોરોનાનું આક્રમણ થયા બાદ 10 મહિનાના લાંબા સમયગાળા બાદ ફેબ્રુઆરી માસમાં આ સતત બે સપ્તાહ એવા આવ્યાં છે કે આ 14 દિવસ દરમિયાન 4 દિવસ એવા આવ્યાં કે જે દિવસે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સમગ્ર જિલ્લામાં નોંધાયો ન હોય. જે દર્શાવે છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં લાંબી મચક આપ્યાં બાદ કોરોનારૂપી દૈત્ય પોતાનો જંગ હારવામાં છે. 2021ના વર્ષના આરંભથી ભાવનગરમાં કોરોનાનું આક્રમણ કુણુ પડી ગયા બાદ હવે ફેબ્રુઆરી માસમાં તા.1,2,7 અને તા.12ના રોજ સમગ્ર જિલ્લામાં એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જો કે હવે ચુંટણીની સભાઓનો સમયગાળો આવ્યો હોય સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝેશન વિ. નિયમો પાળવા જરુરી બની ગયા છે.

ભાવનગર જિલ્લામાં આજે બે નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.જ્યારે ભાવનગર શહેરમાં બે અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ બે બે દર્દી કોરોનામુક્ત થયા છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 4018 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 3967 દર્દી સાજા થઇ જતાં શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ 98.73 ટકા થઇ ગયો છે. શહેરમાં હવે 8 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં આજ સુધીમાં કોરોનાના કુલ 2085 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 2047 દર્દી સાજા થઇ જતાં તાલુકા-ગ્રામ્યમાં કોરોનામાં રિકવરી રેઇટ 98.18 ટકા થઇ ગયો છે.

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના કેસ

તારીખપોઝિટિવડિસ્ચાર્જ
7 ફેબ્રુઆરી01
6 ફેબ્રુઆરી32
5 ફેબ્રુઆરી54
4 ફેબ્રુઆરી65
3 ફેબ્રુઆરી76
2 ફેબ્રુઆરી03
1 ફેબ્રુઆરી02
કુલ2123

ફેબ્રુઆરીના બીજા સપ્તાહના કેસ

તારીખપોઝિટિવડિસ્ચાર્જ
8 ફેબ્રુઆરી22
9 ફેબ્રુઆરી31
10 ફેબ્રુઆરી22
11 ફેબ્રુઆરી55
12 ફેબ્રુઆરી01
13 ફેબ્રુઆરી85
14 ફેબ્રુઆરી24
કુલ2220

​​​​​​​ક્યા માસમાં કેટલા કેસનો વધારો ?

મહિનોકુલ કેસવધારોદૈનિક એવરેજ
26થી31 માર્ચ6 કેસ6 કેસ1.0 કેસ
એપ્રિલ50 કેસ44 કેસ1.4 કેસ
મે120 કેસ70 કેસ2.25 કેસ
જૂન257 કેસ137 કેસ4.57 કેસ
જુલાઇ1356 કેસ1099 કેસ35.45 કેસ
ઓગસ્ટ2838 કેસ1482 કેસ47.80 કેસ
સપ્ટેમ્બર4184 કેસ1346 કેસ44.84 કેસ
ઓક્ટોબર4784 કેસ600 કેસ19.35 કેસ
નવેમ્બર5223 કેસ439 કેસ14.63 કેસ
ડિસેમ્બર5842 કેસ619 કેસ19.97 કેસ
જાન્યુઆરી6058 કેસ218 કેસ7.03 કેસ
1-14 ફેબ્રુઆરી6103 કેસ43 કેસ3.07 કેસ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો