તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહીં, 7 દર્દી ડિસ્ચાર્જ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 થઈ

ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. આમ સતત ભાવનગરમાં બીજા દિવસે પણ કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહીં, જિલ્લામાં કોરોના કેસમાં એકપણ ન નોંધાતા જિલ્લાવાસીઓ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21,394 થવા પામી છે.

હાલ 21 દર્દીઓ સારવાર હેઠળ છે

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 7 અને તાલુકાઓમાં 0 કેસ મળી કુલ 7 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21,394 કેસ પૈકી હાલ 21 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 295 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...