કોરોના અપડેટ:એક સપ્તાહમાં શહેર-જિલ્લામાં કોરોનાનો એકે’ય કેસ ન મળ્યો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માસ્ક પહેરી સાવચેતી રાખવી આવશ્યક
  • હાલ શહેરમાં બે અને તાલુકા ગ્રામ્ય કક્ષાએ એક મળી કુલ ત્રણ દર્દીઓ કોરોનાની સારવારમાં

શહેર અને જિલ્લામાં આજે સતત સાતમા દિવસે કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નથી મળ્યો. જો કે રાજ્યમાં અમદાવાદ સહિતના જિલ્લાઓમાં કોરોનાની ગતિ ધીમી ગતિએ વધી રહી છે જે ચિંતાજનક છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ લોકો બહાર નીકળે ત્યારે સતત માસ્ક પહેરી રાખે તે આવશ્યક છે. રસીકરણથી સુરક્ષા લઇને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ જ સર્વોત્તમ સુરક્ષા છે. હાલ ભાવનગર શહેરમાં 2 અને ગ્રામ્ય કક્ષાએ એક મળી કુલ 3 દર્દીઓ કોરોનાની સારવારમાં છે.

આજે શહેરમાં એક પણ નવો કેસ નોંધાયો નથી રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાનો ધીમી ગતિએ પગપેસારો દિવાળી પછી વધ્યો છે ત્યારે સાવચેતી આવશ્યક છે. જો કે છેલ્લા એક સપ્તાહથી શહેર કે તાલુકા દરમ્યાન એક પણ નવો કેસ નોંધાયો નથી તે સમાચાર રાહતરૂપ છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 14,021 કેસ નોંધાયા છે અને તે પૈકી 13,859 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ 98.84 ટકા થઇ ગયો છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય વિસ્તાર જે નૂતન વર્ષ અને ભાઇબીજ સુધી કોરોનામુક્ત વિસ્તાર હતો ત્યાં નવા વર્ષમાં એક દર્દી કોરોના પોઝિટિવ આવતા તેને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...