તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો દૈત્ય જંગ હારવા તરફ:10 માસ બાદ એક જ સપ્તાહમાં ત્રણ દિવસ કોરોનાનો એક પણ કેસ નહીં

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોમવારના સારા સમાચાર : ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કુલ 21 પોઝિટિવ કેસ
 • સમગ્ર જિલ્લામાં 16 દર્દીઓ હવે કોરોનાની સારવારમાં રહ્યા : એવરેજ કેસ રોજના 3 થઈ ગયા

ભાવનગરમાં કોરોનાનું આક્રમણ થયા બાદ 10 મહિનાના લાંબા સમયગાળા બાદ ફેબ્રુઆરી માસમાં આ પ્રથમ સપ્તાહ એવું આવ્યું છે કે એક જ સપ્તાહમાં 3 દિવસ એવા આવ્યાં કે જે દિવસે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સમગ્ર જિલ્લામાં નોંધાયો ન હોય. જે દર્શાવે છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં લાંબી મચક આપ્યાં બાદ કોરોનારૂપી દૈત્ય પોતાનો જંગ હારવામાં છે. 2021ના વર્ષના આરંભથી ભાવનગરમાં કોરોનાનું આક્રમણ કુણુ પડી ગયા બાદ હવે ફેબ્રુઆરી માસમાં તા.1,2 અને તા.7ના રબોજ સમગ્ર જિલ્લામાં એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.

ભાવનગર જિલ્લામાં આજે એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે ભાવનગર શહેરમાં એક મહિલા દર્દી કોરોનામુક્ત થયા છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 4001 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 3949 દર્દી સાજા થઇ જતાં શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ 98.70 ટકા થઇ ગયો છે. શહેરમાં હવે 9 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. જ્યારે 43 દર્દીના મોત સરકારી ચોપડે કોરોનાથી થયા છે.

ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં આજ સુધીમાં કોરોનાના કુલ 2078 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 2045 દર્દી સાજા થઇ જતાં તાલુકા-ગ્રામ્યમાં કોરોનામાં રિકવરી રેઇટ 98.41 ટકા થઇ ગયો છે. તાલુકા-ગ્રામ્યમાં હવે 7 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. જ્યારે 26દર્દીના મોત સરકારી ચોપડે કોરોનાથી થયા છે. ભાવનગર જિલ્લામાં એક જ સપ્તાહમાં 3 દિવસ કોરોના પોઝિટિવનો નવો એક પણ કેસ ન નોંધાયો હોય તેવી આ ગત મે-2020 પછી 10 માસ બાદનું આ સૌ પ્રથમ સપ્તાહ છે. આ ફેબ્રુઆરી માસમાં પ્રથમ સપ્તાહમાં કોરોના પોઝિટિવના કુલ 21 કેસ નોંધાયા છે એટલે કે રોજના એવરેજ કેસ 3 ગઇ ગયા છે.

મે માસ બાદ સૌથી ઓછી એવરેજ
ભાવનગર જિલ્લામાં ગત મે-2020માં કુલ 70 કેસ નોંધાયા હતા અને તેથી રોજની એવરેજ 2.25 થઇ હતી. ત્યાર બાદ તો કોરોનો વિસ્ફોટ સર્જાયો હતો અને ઓગસ્ટમાં તો રોજના કેસની એવરેજ વધીને 47.80 થઇ ગઇ હતી. બાદમાં કેસમાં ઘટાડો શરૂ થયો હતો અને આ માસે ફેબ્રુઆરીના 7 દિવસમાં કુલ 21 કેસ નોંધાતા રોજના પોઝિટિવ કેસની એવરેજ 3 થઇ ગઇ છે.

​​​​​​​ક્યા માસમાં કેટલા કેસનો વધારો ?

મહિનોકુલ કેસવધારોદૈનિક એવરેજ
26-31 માર્ચ6 કેસ6 કેસ1
એપ્રિલ50 કેસ44 કેસ1.4
મે120 કેસ70 કેસ2.25
જૂન257 કેસ137 કેસ4.57
જુલાઇ1356 કેસ1099 કેસ35.45
ઓગસ્ટ2838 કેસ1482 કેસ47.8
સપ્ટેમ્બર4184 કેસ1346 કેસ44.84
ઓક્ટોબર4784 કેસ600 કેસ19.35
નવેમ્બર5223 કેસ439 કેસ14.63
ડિસેમ્બર5842 કેસ619 કેસ19.97
જાન્યુઆરી6058 કેસ218 કેસ7.03
1-7 ફેબ્રુ.6079 કેસ21 કેસ3

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો