તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કેસમાં રાહતના સમાચાર:બે દિવસમાં નવ તાલુકાઓમાં કોરોનાનો એકે’ય કેસ મળ્યો નથી

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગરમાં નવા 11 પોઝિટિવ કેસ મળ્યા, 280 દિવસે કોરોના સામે જંગ જીતનારા દર્દીઓનો આંક 5700ને આંબ્યો

ભાવનગરમાં છેલ્લાં બે દિવસમાં કુલ 18 કેસ નોંધાયા છે. જ્યારે સરેરાશ 21 કેસની છે. ત્યારે આ સમાચાર રાહતરૂપ છે. ગત તા.26 માર્ચથી આ રોગચાળાનો ભાવનગરમાં પ્રવેશ થયો અને ત્યારથી લઇ આજ સુધીના 280 દિવસે કોરોના સામે જંગ જીતનારા દર્દીઓની કુલ સંખ્યા આજે 5,700ના આંકને આંબી ગઇ છે.

જિલ્લાભરમાં કોરોના મુક્ત થનારાનો રિકવરી રેઇટ વધીને 97.67 ટકા થઇ ગયો છે. હાલ ભાવનગર જિલ્લામાં કુલ 59 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. બીજી નોંઘપાત્ર બાબત એ છે કે છેલ્લાં બે દિવસમાં જિલ્લાના 10 પૈકી 9 તાલુકામાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ મળ્યો નથી.જે 18 કેસ બે દિવસમાં નોંધાયા તેમાં 17 કેસ ભાવનગર શહેરમાં અને એક સિહોરમાં છે.

ભાવનગર જિલ્લામાં આજરોજ 11 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,835 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 7 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 10 કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર ખાતે 73 વર્ષીય પુરૂષનો 1 કેસ મળી કુલ 1 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતોઆજે શહેરના 9 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 10 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામાં નોંધાયેલા 5,835 કેસ પૈકી હાલ 59 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,700 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે.

શહેરમાં રિકવરી રેઇટ 98.08 ટકા થયો
ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 3806 કેસ નોંધાયા છે અને તે પૈકી 3733 દર્દીઓ સાજા થઇ ગયા હોય શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ 98.08 ટકા થઇ ગયો છે.

ક્યા તાલુકાઓમાં બે દિ’માં એકેય કેસ મળ્યો નથી

 • ભાવનગર
 • મહુવા
 • જેસર
 • તળાજા
 • ઘોઘા
 • પાલિતાણા
 • ગારિયાધાર
 • ઉમરાળા
 • વલભીપુર.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો