ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા હાલમાં વર્ષ 2022 23ના મિલકત વેરાના બિલ જાળવણીની કામગીરી શરૂ છે. પરંતુ તેમાં પણ અનેક ગરબડ ગોટાળા બહાર આવી રહ્યા છે. શહેરના આનંદનગર સ્લમ બોર્ડમાં બિનરહેણાંક મિલકતનું બીલ બજરંગદાસ બાપાની મઢુલી નામના માલિક તરીકે બજવવામાં આવ્યું છે. માલિકનું નામ બજરંગદાસ બાપાની મઢુલી હોવાથી આશ્ચર્ય સાથે તંત્રની બેદરકારી બહાર આવી છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલમાં વર્ષ 2022- 23ના મિલકતવેરાની વસૂલાત શરૂ છે.
મિલકત વેરા માટે કરદાતાઓના બિલ પ્રિન્ટ કરી મેલેરિયા વિભાગના કોન્ટ્રાક્ટ બેઈજના બહેનો દ્વારા ઘરે ઘરે જઈ દિલ ની બજવણી કરવામાં આવી રહી છે. જે દરમિયાન ઘર વેરા વિભાગની ગંભીર બેદરકારી બહાર આવે છે. ઘરવેરા વિભાગ દ્વારા ઉત્તર કૃષ્ણનગર રુવા વોર્ડના સ્લમબોર્ડ, આડોડીયા વાસ પાસે આનંદનગર ખાતે બીન રહેણાંક મિલકતનુ કુલ રૂપિયા 3030નું બિલ બજાવવામાં આવ્યું છે.
પરંતુ તે બિલમાં મિલકતના માલિકનું નામ બજરંગદાસ બાપાની મઢુલી તરીકે બજવાયુ છે. મિલકતના માલિક નામમાં તંત્રની ક્ષતિને કારણે આ બીલ ચર્ચામાં પણ રહ્યું છે. કોર્પોરેશનનો ઘરવેરા વિભાગ આવા નિર્ણયને લીધે લોકોમાં હાંસીપાત્ર પણ બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.