તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી સેવા:નોધારા વૃદ્ધોના આધાર બન્યા એક પોલીસમેન, કુંભારવાડામાં સગવડતા અને મનોરંજનના સાધનો સાથેનું મધર હાઉસ ઉભુ કર્યું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોલીસનું નામ પડે એટલે દરેકનાં મનમાં પોલીસની કંઇક જુદી જ છાપ માનસપટ પર ઉભી થયેલી છે.પરંતુ પોલીસમા઼ પણ માનવતા હોય છે. અને કેટલાક પોલીસમેનો એવા પણ હોય છે જે ફરજ સાથે સેવાકાર્ય પણ કરી રહયા છે. અને આવા સેવા કાર્યને પણ તેઓ ફરજની જેમ પોતાની નેતીક જવાબદારી સમજી નીભાવી રહયા છે.આવા જ એક પોલીસ હેડ કોન્સ્ટેબલે શહેરના કુંભારવાડા ખાતે એક મધર હાઉસ બનાવ્યું છે. જેમા જે વૃધ્ધોને ઘરેથી દિકરાઓએ કાઢી મુક્યા હોય તેવા વૃધ્ધોના દીકરા બની આ પોલીસમેન તેમને રાખી રહયા છે.

ભાવનગર જીઇબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જીતુભા ગોહિલ દ્વારા તેમની ફરજના ભાગરુપે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા હતા. તે દરમ્યાન એકવાર મોડી રાત્રે એક વૃધ્ધા ફાટેલા કપડા પહેરેલ હાલતે તેમની પાસે આવેલ અને જણાવેલ કે મારા છોકરાએ મને મારીને કાઢી મુકેલ છે. અને ઘરમાં રખવા માંગતા નથી. મારી પાસે જે હતુ તે તેમણે લઇ લીધુ છે.અને હવે મને રાખતો નથી.

વૃધ્ધાની આવી દયનીય હાલત જોઇ જીતુભા ગદગદ થઇ ગયા હતા. અને વૃધ્ધા માટે કંઇક કરી છુટવાની ભાવના ઉભી થઇ હતી.તેઓએ ખુબજ વિચાર કરીને તેમના પગાર ના પૈસામાંથી અમુક રકમ બચાવીને શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક મકાન બનાવ્યું જેમા 5 થી 6 રૂમો અને શા?ચાલય તથા બાથરુમની સગવડતા સાથે રસોઇ બનાવવાના સાધનો અને વૃધ્ધોને મનોરંજન માટે ટી.વી.,ફ્રીજ ની સુવિધાઓ પુરી પાડવામાં આવી અને આ મકાનને મધર હાઉસ નામ આપવામા આવ્યું.

જો કે જીતુભા પોતાના માતા-પિતા ગુમાવી ચુકયા છે. પરંતુ જેમના કોઇ નથી તેવા વૃધ્ધોના પોતે દીકરા બન્યા છે. અને જેનું આ દુનિયામા કોઇ ન હોય તેવા વૃધ્ધોને શોધી અને તેઓની સેવા શરૂ કરી જયા આ વૃધ્ધોને રાખવામા઼ આવે છે. ત્યા તેઓ માટે તમામ પ્રકારની જરુરી સુવીધાઓ પુરી પાડવામા આવી રહી છે.અને તેઓને રહેવામા કોઇ અગવડતા ન પડે તેનુ ધ્યાન રાખવામા આવે છે. નોકરીના સમય બાદ તપેઓ આ મધર હાઉસ ખાતે જાય છે. અને ત્યાં વૃધ્ધો સાથે સમય વિતાવે છે. અને ત્યા રહેતા વડીલોને પણ જાણે તેમનો દિકરો મળી ગયો હોય તેમ તેની સાથે હળી મળી ગયા છે.

જીતુભા સરકારી પગારમાં પોતાનું ઘર ચલાવે છે. અને સાથે આ સેવાકીય માળખુ તૈયાર કરવુ તે બહુ અઘરૂ કામ છે. છતા પણ તેઓ હસતા મોઢે પોતાની સામાજીક જવાબદારી સમજી ને અને કોઇ પણ પાસે એક પણ રુપીયાની અપેક્ષ રાખ્યા વગર આ કપરૂ અને અઘરૂ સેવાકાર્ય કરી રહયા છે.ત્યારે કહેવાનુ મન થાય કે પોલીસ સ્ટેશનમા જતા મે આઇ હેલ્પ યું ના સુત્રને આ પોલીસ જવાન ખરેખર સાકાર કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો