ગોલમાલ:રસી નહીં રજીસ્ટ્રેશન કરાવવા ગ્રામ્ય સ્તરે ચલાવાઇ ગોલમાલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડરતા લોકોએ ફક્ત રજીસ્ટ્રેશન કરાવ્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન નિમિત્તે ભારતમાં કોરોનાને કાઉન્ટર કરતી રસી લેવડાવવાનું વિક્રમસર્જન કાર્ય કરવામાં આવ્યુ છે, તેની સમગ્ર વિશ્વએ નોંધ પણ લીધી છે. સ્તુત્ય હેતુથી રસીકરણ વધારવાની દિશામાં સરકાર લોકોને પ્રેરિત કરી રહી છે. પરંતુ વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે યોજાયેલા મેગા રસીકરણ કાર્યક્રમમાં આપવામાં આવેલા લક્ષ્યાંકોને પહોંચી વળવા ખાસ કરી અને ગ્રામ્ય, તાલુકાકક્ષાએ ફક્ત રજીસ્ટ્રેશન કરાવી અને રસી લીધાના સર્ટિફિકેટ મોબાઇલમાં આવી જાય તેવી ગેરરીતિવાળી સગવડતાઓ ફરજ પરના કર્મચારીઓએ કરી હતી.

નામ જાહેર નહીં કરવાની શરતે સિહોરના આંગણવાડી કાર્યકર્તાએ જણાવ્યુ હતુકે, અમોને શુક્રવારે મહત્તમ રસીકરણ કરવાના લક્ષ્યાંકો આપવામાં આવ્યા હતા, અને તેના માટે કડક સુચનાઓ હતી. ગ્રામ્ય સ્તરે રસી માટે સુસ્તતા છે અને ગેરમાન્યતા પણ છે, તેથી અમે લોકોએ શેરીએ શેરીએ ફરીને ફક્ત રજીસ્ટ્રેશન કરાવી અને મોબાઇલમાં સર્ટિફિકેટ મેળવી શકાય તેવી સગવડતાઓ નાગરિકોને કરી આપી હતી,અને જે લોકો રસી લેવાથી હજુપણ ડરી રહ્યા હતા અને રસીકરણનું પ્રમાણપત્ર મેળવવા ઇચ્છુક હતા તેઓના માટે આ સગવડભરી તક હતી અને મોટાભાગના લોકોએ શુક્રવારે આવી સવલતોનો તાલુકાકક્ષાએ લાભ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...