શિક્ષકોની ‍અછત:ન. પ્રા.શિ.સમિતિની શાળામાં નિવૃત્ત શિક્ષકોને સમયદાન આપવા આહવાન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી શાળામાં બાળકોની સંખ્યા વધુ શિક્ષકો નિવૃત્ત થયાં, શિક્ષકોની ‍અછત ઉભી થઈ

કોરોનાને કારણે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ બાળકોનો પ્રવાહ વધ્યો છે. જેની સામે અનેક શિક્ષકો નિવૃત્ત થઇ રહ્યા છે. જેથી શિક્ષકોની ઉભી થયેલી અછત નિવારવા નિવૃત્ત શિક્ષકો સમયદાન અાપે તે જરૂરી બન્યું છે. કોરોનાને કારણે લાંબા સમય સુધી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું.

જેને કારણે બાળકોની પ્રારંભિક વાંચન, ગણન, લેખનની ક્ષમતા ખાસ કરીને 1 થી 5 ના બાળકો પર ખુબ વિપરીત અસર પડી છે. બાળકોનો પ્રવાહ પણ ખાનગી શાળામાંથી સરકારી તરફ વળ્યો છે. જેથી જ ચાલુ વર્ષે 1800 જેટલા બાળકોની સંખ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વધી છે.

હાલમાં બાળકોની સંખ્યા વધવા સામે શિક્ષકોની નિવૃત્તિના કારણે શિક્ષકોની અછત ઉભી થઈ છે. ત્યારે નિવૃત્ત શિક્ષકો બાળકોના અભ્યાસ માટે સમયદાન અાપે તેવી શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીએ તમામ નિવૃત્ત શિક્ષકોને અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...