તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત સરકારના એકમ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ) દ્વારા તેઓના બાડી-પડવા ખાતેના પાવર પ્લાન્ટમાં સરકાર દ્વારા જ બનાવવામાં આવેલા નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું સપાટી પર આવ્યુ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા જીપીસીએલની અનિયમીતતાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સવાલ એ છે કે, જે તે સમયે જીપીસીબી દ્વારા જીપીસીએલને સુએઝ અને એફ્યુઅલ ટ્રિટમેન્ટ પ્લાન્ટ વિના ચાલુ કરવાની મંજૂરી કઇ રીતે આપવામાં આવી હતી?.
સુપ્રીમ કોર્ટમાં પર્યાવરણવાદી સંસ્થાઓ દ્વારા વર્ષ 2012માં કરવામાં આવેલી જાહેર હિતની અરજીનો નિકાલ કરતા સુપ્રીમે 22મી ફેબ્રુઆરી 2017ના રોજ સમગ્ર દેશમાં અમલી બને તે રીતે આદેશ આપ્યો હતોકે, જે કંપની પાસે એફ્યુઅલ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ન હોય આવા ઉત્પાદન યુનિટ બંધ કરવા.તાજેતરમાં એસડીએમ, ઘોઘા મામલતદાર, તલાટી મંત્રી, ભૂસ્તર-ખનન વિભાગના પ્રતિનિધિ, જીપીસીએલના મેનેજરની હાજરીમાં સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને તેમાં અેન્વાયરમેન્ટ ક્લીયરન્સની શરતો મુજબની દિવાલ બનાવવામાં આવી નથી. સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને એફ્યુઅલ ટ્રિટમેન્ટ પ્લાન્ટ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી.
સરકારી કંપની દ્વારા જ સુપ્રીમના આદેશનો ભંગ કરવામાં આવી રહ્યો છે, ઉપરાંત સરકારી કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું સપાટી પર આવી ચૂક્યુ છે, ત્યારે જીપીસીએલને પર્યાવરણ અંગેની, સુપ્રીમની ભલામણો મુજબની સવલતો નહીં હોવા છતા પ્લાન્ટ શરૂ કરવાની પરવાનગી કોણે આપી હતી?.જીપીસીએલનો પ્લાન્ટ 2018માં શરૂ થયો હતો અને બે વર્ષ બાદ પણ સુએઝ, એફ્યુઅલ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું કોઇ અસ્તિત્વ નથી,
ત્યારે કંપનીના સંચાલકો દ્વારા તાજેતરમાં જીપીસીબીની સ્થળ મુલાકાત દરમિયાન જણાવવામાં આવ્યુ હતુકે, આ બંને ટ્રિટમેન્ટ પ્લાન્ટ માટેના ટેન્ડર હવે છેક બહાર પાડવામાં આવ્યા છે. તેના પરથી ફલિત થાય છે કે કાયદા મુજબ આવશ્યક્તા હોવા છતા બંને પ્લાન્ટ અત્યાર સુધી નથી. અને સરકારી એકમ દ્વારા કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
લીગલ નોટિસ બે-ત્રણ દિવસમાં પાઠવાશે
બાડી-પડવા ગામે આવેલા જીપીસીએલના પાવર પ્લાન્ટની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને એફ્યુઅલ ટ્રિટમેન્ટ પ્લાન્ટ નહીં હોવાનું સામે આવ્યુ હતુ. જીપીસીએલ કંપનીને લીગલ નોટિસ પાઠવવાની અમારી પ્રક્રિયા ગતિમાં છે, બે-ત્રણ દિવસમાં આ કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવશે. - મનોજ પટેલ, યુનિટ હેડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.