તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનની અછત:નીતિનભાઈ આવ્યા અને 6000 રસી મળી, પાછા વળતા જ 2000 જ આવી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નગરજનો કોરોનાની રસી મેળવવા રોજ ભોગવે છે હાડમારી
  • રસીકરણમાં પણ રાજકારણ, રોજ અછત સર્જાતી હતી તે વેક્સિન નાયબ મુખ્યમંત્રીના આગમન ટાણે પૂરતી ફાળવી

કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણના લોકજુવાળ વચ્ચે વેક્સિનની અછત સર્જાયેલી છે. છેલ્લા ઘણા દિવસોથી ભાવનગરમાં પણ લોકોને વેક્સિન મળતી નથી. જરૂરિયાતના 50% પણ જથ્થો ફાળવવામાં આવતો નથી. ત્યારે આજે ભાવનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આવવાના હોવાથી વેક્સિનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ફાળવાયો. સરેરાશ બેથી ત્રણ હજાર વેક્સિન મળતી હતી તે આજે 6000 વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થયો હતો.

નીતિનભાઈ ગયા અને સાથોસાથ વેક્સિન પણ લેતા ગયા હોય તેની જેમ આવતી કાલે રવિવાર માટે માત્ર 2000 વેક્સિનનો જથ્થો જ ફાળવ્યો છે. રસીમાં પણ રાજકારણ ઘુસ્યુ હોય તેવો પ્રજાજનોને અહેસાસ થઇ રહ્યો છે. સરકાર વેક્સિનેશન માટે એક તરફ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે અને જ્યારે પ્રજામાં જાગૃતિ આવી છે ત્યારે વેક્સિન મળતી નથી. છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં પણ વેક્સિનની અછત સર્જાયેલી છે. રોજીંદી જરૂરીયાતના 50% પણ વેક્સિન ફાળવવામાં આવતી નથી.

વેક્સિન લેવા માટે લોકો આરોગ્ય કેન્દ્રો પર રોજ ધક્કા ખાઇ રહ્યા છે. સવારથી લાઇનમાં ઉભા રહે છે ત્યાં તો બપોર સુધીમાં વેક્સિન પણ ખૂટી જાય છે. છતાં આરોગ્ય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સ્થાનિક કક્ષાએથી વેક્સિનનો જથ્થો મંગાવવામાં આવે છે તેમાંથી 25 ટકા માંડ ફાળવાઇ છે. ભાવનગર માટે સરેરાશ 6,000 વેક્સિનની જરૂરિયાત સામે બે થી ત્રણ હજાર જથ્થો ફાળવવામાં આવે છે. પરંતુ આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાવનગર ખાતે મુલાકાત હોવાથી વેક્સિનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી ગયો હતો.

અત્યાર સુધી મુખ્યમંત્રી સહિતના ભાવનગરમાં આવે ત્યારે રોડ રસ્તા અને સફાઈ તો થતી જતી પરંતુ આજે તો નાયબ મુખ્યમંત્રી ભાવનગરમાં આવતા લોકોને વેક્સિન પણ મળી ગઈ હતી. આજે શનિવાર માટે 6000 વેક્સિન ફાળવવામાં આવી હતી. ત્યાં નાયબ મુખ્યમંત્રી ચાલ્યા ગયા એટલે પુનઃ વેક્સિનની અછત ઉભી થશે. આવતી કાલે રવિવાર માટે માત્ર 2000 વેક્સિનનો જથ્થો જ ફાળવવામાં આવ્યો છે. હવે હવે તો આરોગ્યની સુવિધા પણ રાજકીય થઈ ગઈ હોય તેવો ભાસ પ્રજાજનોને થઈ રહ્યો છે. જેથી તે ઉચ્ચ રાજકીય આગેવાનો સમયાંતરે ભાવનગર આંટો મારતા રહેતો લોકોને પણ પૂરતી સુવિધા મળી રહે.

અન્ય સમાચારો પણ છે...