તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મઠ કર્મચારી:રેલવેમાં સલામતીની ઉત્તમ કામગીરી માટે ભાવનગર ડિવિઝનના નવ કર્મચારીઓને સન્માનિત કરાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને રેલવે દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં તકેદારી સાથે ઉત્તમ કાર્ય કરવા બદલ 4 રેલવે કર્મચારીઓને વેબિનાર દ્વારા જનરલ મેનેજર આલોક કંસલની આભાસી હાજરીમાં મેડલ અને પ્રશંસાપત્રો એનાયત કરાયા હતા. તથા મંડળ રેલ પ્રબંધક પ્રતીક ગોસ્વામીએ રેલવે સલામતી અંગે જાગૃત રહેવા બદલ 5 અન્ય કર્મચારીઓને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.

રેલવે મેનેજરે એવાર્ડ એનાયત કરવામાં આવ્યા

વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી અજિતસિંહ ચૌહાનના જણાવ્યા પ્રમાણે ડિવિઝનના 9 રેલવે કર્મચારીઓમાંથી ઉત્તમ કાર્ય કર્યું છે. તેમાં મનીષ સી.જાદવ (ગુડ્સ ગાર્ડ-બોટાદ), ભીખા મનજી (પી મેન-ઢસા), ધીરુ રૂપા (પી મેન-ધોલા), સંતોષ કુમાર (ટ્રેક મેન્ટેઈનર-રાણપુર)), દીપ રામ મીણા (ટ્રેક સેફ્ટી મેન - વેજલકા), શાંતિલાલ મગનભાઇ (પી મેન - બોટાદ), દિલીપકુમાર જે. જોશી (ફિટર-બોટાદ), અનિલકુમાર ઝા (ગુડ્સ ગાર્ડ-બોટાદ) અને રાહુલ માલવીયા (પી. મેન-લાઠીદડ) જેમણે સંભવિત ટ્રેન અકસ્માતોને રોકવા માટે સમયસર મહેનત, લગન, સમર્પણ અને નિષ્ઠા પૂર્વક સખ્ત મેહનત કરીને ઉચ્ચ અધિકારીઓને સમયસર જાણ કરી જેથી શક્ય અસામાન્ય ઘટનાઓ ટાળી શકાઇ છે. પ્રથમ ચાર કર્મચારીઓને જનરલ મેનેજરે અને બાકીના પાંચ કર્મચારીઓને ડિવિજનલ રેલવે મેનેજરે એવાર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

"મેન ઓફ ધ મન્થ" પુરસ્કારથી એનાયત કરાયા

ડીઆરએમ પ્રતીક ગોસ્વામીએ કહ્યું કે સલામતી એ રેલવેમાં આપણી પ્રાથમિકતા છે. અને દરેક રેલવે કર્મચારી સજાગ રહે છે, ફરજ દરમિયાન તેમની તિક્ષ્ણ દૃષ્ટિ તથા સજાગતાથી રેલ દુર્ઘટનાઓની આશંકા દૂર થાય છે. તેમજ આ કુશલ અને સજાગ કર્મચારી અન્ય કર્મચારિઓ માટે અનુકરણીય ઉદાહરણ બને છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2021 દરમિયાન, મંડળના નવ વફાદાર અને ચેતવણી આપનારા રેલવે કર્મચારીઓને જેમણે સલામતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમને "મેન ઓફ ધ મન્થ" પુરસ્કારથી એનાયત કરાયો અને મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...