તૈયારીઓને આખરી ઓપ:ભાવનગરમાં નવરાત્રી ઉત્સવમાં નવ દિવસ માના ગરબાઓ તૈયારીઓને આખરી ઓપ

ભાવનગર10 દિવસ પહેલા

મા શક્તિની આરાધના માં નવ દિવસ દીપ પ્રગટાવી રાખવા માં ના માટીના ગરબા અને માતાજીના દીવડાની માંગને ધ્યાન માં લઈ ને ભાવનગરના પ્રજાપતિ સમાજ દ્રારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ રંગબેરંગી ગરબાઓ તૈયાર થઈ ચૂક્યા છે,

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં આધ્યાશક્તિની આરધના અને નવરાત્રીના નવ દિવસને સંપૂર્ણ ભક્તિ અને આસ્થા સાથે ઉજવવા માટે ભક્તો દ્વારા ધ્રુમ તૈયારી આરંભી દીધી છે. જયારે નવરાત્રી દરમિયાન ગરબાનું પણ અનેરું મહત્વ રહેલું છે. ગરબાનો દીપ તે આપણાં આત્માનું સ્વરૂપ છે. આ માટીના ગરબામાં દીપ પ્રગટાવીને નવ દિવસ આધ્યાશક્તિની આરાધના કરવામાં આવે છે.

ગરબા અને દીવડા બનાવવાનું કામ પ માં પુરજોશ
ભાવનગરમાં આધ્યાશક્તિની ઉપાસનામાં પરંપરાગત વપરાતા માટીના ગરબા અને દીવડા બનાવવાનું કામ પણ માં પુરજોશમાં ચાલી રહયું છે. શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં પ્રજપતિ સમાજ દ્વારા પરંપરાગત રીતે ગરબા અને દીવડા બનાવવામાં આવી રહ્યા છે, ચીકણી માટીને ચાકડે ચડાવીને નીતનવીન આકારો આપીને તેમજ તેના પર રંગબેરંગી કલર કામ કરીને આકર્ષક ગરબા અને દીવડા તૈયાર કરવામાં આવે છે.

માટીના ગરબાને સ્થાને ધાતુના ગરબાએ લીધું
હાલના આ આધુનિક યુંગ માં આજે પ્રજાપતિ સમાજ દ્વારા પરંપરાગત રીતે બનાવવા માં આવતા ગરબા અને દીવડાની માગ ઓછી રહે છે. આજે માટીના ગરબા ને સ્થાને ધાતુના ગરબાએ લીધું છે. તેમજ આ ગરબા બનાવવા માટે માટી પણ વેચાતી લાવવી પડે છે જેથી ગરબા પહેલા કરતા મોંઘા મળે છે. આમ છતાં પણ વર્ષોની પરંપરા જાળવી રાખવા માટે આ ગરબા અને માટીના દીવડા બનાવતા પરિવારો પોતાના આ વ્યવસાયથી ખુશ છે.

અન્ય સમાચારો પણ છે...