તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત િવધાનસભા લવ જેહાદ અંગેનું બિલ પસાર થયુ તે પહેલા છેલ્લા છ મહિનામાં ભાવનગરમાં પોણોડઝન જેટલા લવ જેહાદના કિસ્સામાં યુવતિને પાછી લાવી તેના પરિવારને સોંપવામાં આવી હોવાના બનાવ બન્યા છે. જેમાં મંત્રી વિભાવરી દવેએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
છેલ્લા કેટલાક સમયથી લવજેહાદના કિસ્સાઓ ભાવનગરમાં વધતા જાગૃત લોકો ચોંકી ઊઠ્યા હતા અને ત્યારબાદ આવા કિસ્સા જ્યારે પણ ધ્યાનમાં આવે ત્યારે સંકલન કરી મીનીસ્ટર દીદી વિભાવરીબેન દવેને આ અંગેની જાણ કરવામાં આવતી હતી.શહેરના ભરતનગર, સરદારનગર ઉપરાંત જિલ્લામાં તળાજા પંથક સહિતના વિસ્તારોમાં છેલ્લા છ મહિનામાં નવથી વધુ કેસો ધ્યાનમાં આવ્યા છે.
આ તમામ કેસમાં વિભાવરીબેન દવેએ મધ્યસ્થી કરી યુવતી તેના માતા-પિતા પાસે પરત જાય તે માટે સફળ પ્રયત્નો કર્યા છે.એક કિસ્સામાં યુવતિને પિયર પાછી જઈશ તો મા-બાપ મારી નાખશે એવી બીક હતી જેમાં સલામતિની ખાત્રી આપી મામલો થાળે પડ્યો હતો.હવે લવ-જેહાદ અંગે કાયદો પસાર થતા આવી પ્રવૃત્તિને સદંતર બ્રેક લાગશે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.