તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેર અને જિલ્લામાં અંધકાર પર ઉજાસના વિજયના પર્વની ઉમંગ-ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ દિવાળી ઉજવણી બાદ રવિવારે ધોકો હતો અને હવે સોમવારે વિ.સં. 2077ના નવા વર્ષને આવકારવા ભાવેણાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. કોરોના, મોંઘવારી અને મંદીના મારને ભુલીને ભાવેણાવાસીઓએ દીપોત્સવીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિક્રમ સંવત 2077ના વર્ષમાં ખાસ તો કોરોના નાબૂદ થાય તેવી આશા અને પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે. બીજનો ક્ષય હોય સોમવારે જ નૂતન વર્ષની સાથે ભાઈબીજની પણ ઉજવણી થશે. આ વર્ષે કોરોનાની મહામારી હજી યથાવત હોઈ મોટા ભાગના સમૂહ સ્નેહમિલનના કાર્યક્રમો બંધ રહ્યા છે.
નવા વર્ષે અન્નકુટ અને ગોવર્ધન પૂજા થશે તા.16 નવેમ્બર સોમવારે નૂતન વર્ષના પર્વે ઘરે-ઘરે રંગોળી સાથે ગૃહ સુશોભન કરાશે. વહેલી સવારે નવા વસ્ત્રો પરિધાન કરી દેવ દર્શન કર્યા બાદ નાના-મોટા સૌ કોઈ એક મેકને ‘સાલ મુબારક’ પાઠવશે. નાના બાળકો મોટેરાઓને વંદન કરી નવા વર્ષના આશીર્વાદ મેળવશે. શનિવારેવારે દિવાળીની મોડી રાત સુધી શહેરમાં ઘોઘા સર્કલ , સંસ્કાર મંડળ, હિલ ડ્રાઈવ, આતાભાઇ રોડ, રૂપાણી, સરદારનગર, કૃષ્ણનગર, વાઘાવાડી રોડ, શાસ્ત્રીનગર, સરદાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફટાકડાની ગુંજ અને આતશબાજીના રંગોથી આકાશ ઝળહળતું રહ્યું હતું.આ વર્ષે પણ આતાભાઈ ચોક, રૂપાણીમાં અવનવા ફટાકડા અને આતશબાજીના રંગો જોવા બહોળા પ્રમાણમાં નગરજનો એકઠા થયા હતા.આવતીકાલે સોમવારે સગા-સંબંધીથી લઈ મિત્રોના ઘરે જઈ નૂતન વર્ષની શુભેચ્છાની આપ-લે કરાશે તેમજ મિઠાઈ-ફરસાણથી ઘરે આવતા દરેક મહેમાનોની આગતા સ્વાગતા કરાશે.
આજે બેસતા વર્ષના શુભ મુહૂર્ત
આવતીકાલ સોમવારે નૂતન વર્ષ નિમિત્તે સોમવારે સવારે 6-30 થી 8 વાગ્યા સુધી અમૃત, સવારે 9-30થી 11 વાગ્યા સુધી શુભ ચોઘડિયું છે આથી આ સમયમાં મુહૂર્તના સોદા કરવા અને મિતી નાખવી.
આજે ઉજવાશે ભાઈબીજ....
આ વર્ષે કારતક માસમાં આરંભે બીજનો ક્ષય હોય કારતક શુદ એકમને સોમવારે નૂતન વર્ષની ઉજવણી પરંપરાગત રીતે કર્યાની સાથે સોમવારે ભાઇ બીજનું પર્વ પણ હોય બહેન પોતાના ભાઈને ઘરે બોલાવી ભાવતા ભોજન જમાડશે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.