નવા વર્ષને આવકાર:કોરોનામુક્તિની આશા સાથે આજે નવા વર્ષની ઉજવણી થશે

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેર અને જિલ્લામાં અંધકાર પર ઉજાસના વિજયના પર્વની ઉમંગ-ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ દિવાળી ઉજવણી બાદ રવિવારે ધોકો હતો અને હવે આવતી કાલ શુક્રવારે વિ.સં. 2078ના નવા વર્ષને આવકારવા ભાવેણાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. કોરોના, મોંઘવારી અને મંદીના મારને ભુલીને ભાવેણાવાસીઓએ દીપોત્સવીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિક્રમ સંવત 2078ના વર્ષમાં ખાસ તો કોરોના નાબૂદ થાય તેવી આશા અને પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે. શુક્રવારે નૂતન વર્ષ અને શનિવારે ભાઇબીજના પર્વની ઉજવણી કરવામાં આવશે.

નવા વર્ષે અન્નકુટ અને ગોવર્ધન પૂજા થશે તા.5 નવેમ્બરને શુક્રવારે નૂતન વર્ષના પર્વે ઘરે-ઘરે રંગોળી સાથે ગૃહ સુશોભન કરાશે. વહેલી સવારે નવા વસ્ત્રો પરિધાન કરી દેવ દર્શન કર્યા બાદ નાના-મોટા સૌ કોઈ એક મેકને 'સાલ મુબારક’ પાઠવશે. નાના બાળકો મોટેરાઓને વંદન કરી નવા વર્ષના આશીર્વાદ મેળવશે.

ગુરૂવારે દિવાળીની મોડી રાત સુધી શહેરમાં ઘોઘા સર્કલ , સંસ્કાર મંડળ, હિ‌લ ડ્રાઈવ, આતાભાઇ રોડ, રૂપાણી, સરદારનગર, કૃષ્ણનગર, વાઘાવાડી રોડ, શાસ્ત્રીનગર, સરદાર સહિ‌તના વિવિધ વિસ્તારોમાં ફટાકડાની ગુંજ અને આતશબાજીના રંગોથી આકાશ ઝળહળતું રહ્યું હતું. આ વર્ષે પણ આતાભાઈ ચોક, રૂપાણીમાં અવનવા ફટાકડા અને આતશબાજીના રંગો જોવા બહોળા પ્રમાણમાં નગરજનો એકઠા થયા હતા. આવતી કાલે શુક્રવારે સગા-સંબંધીથી લઈ મિત્રોના ઘરે જઈ નૂતન વર્ષની શુભેચ્છાની આપ-લે કરાશે તેમજ મિઠાઈ-ફરસાણથી ઘરે આવતા દરેક મહેમાનોની આગતા સ્વાગતા કરાશે.

આજે નૂતન વર્ષના શુભ મુહૂર્ત
આવતીકાલ શુક્રવારે સવારે વિક્રમ સંવત 2078ના નૂતન વર્ષ પર્વ નિમિત્તે સોમવારે સવારે 6-30 થી 11 વાગ્યા સુધી ચલ, લાભ અને અમૃતના શુભ ચોઘડીયા હોય આથી આ સમયમાં વેપારીઓએ મુહૂર્તના સોદા કરવા અને મિતી નાખવી.

શનિવારે ઉજવાશે ભાઈબીજ
આ વર્ષે કારતક માસમાં આરંભે કારતક શુદ એકમને શુક્રવારે નૂતન વર્ષની ઉજવણી પરંપરાગત રીતે કર્યાની સાથે શનિવારે ભાઇ બીજનું પર્વ પણ હોય બહેન પોતાના ભાઈને ઘરે બોલાવી ભાવતા ભોજન જમાડશે તેમ શ્રીધર પંચાંગવાળા કિશનભાઇ જોશીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...