તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:નવા વેબ પોર્ટલની ઢગલો સમસ્યાઓ કરદાતાની સ્થિતિ "જાયે તો જાયે કહાં'

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂના રીટર્નની વિગતો હજી તબદીલ થઇ નથી, જૂની સાઇટ બંધ
  • રીફંડના ઠેકાણા નહીં : રિટર્નમાં ફેરફાર કરવાનો કોઇ વિકલ્પ નહીં

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ચાર વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો અને તેના વેબપોર્ટલમાં હજુ ઠેકાણા નથી ત્યાં આવકવેરા વિભાગ દ્વારા તેઓના નવા પોર્ટલની જૂજ તૈયારી સાથે કરદાતા સમક્ષ મૂકી દેવામાં આવ્યુ છે, અને જૂની સાઇટ બંધ થઇ ચૂકી છે.

હાલ કરોદાતાઓ માટે તો જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ ઉભી થઇ છે. એક તરફ રિટર્ન ભરવાના સમય આવી ગયા છે તો બીજી તરફ પોર્ટલના ઠેકાણા નથી. જુના ભરેલા આઇટી રીર્ટનની વિગતો હજી તબદીલ પણ થઇ નથી અને જુની વેબસાઇટ ઠપ થઇ જતા અનેક કરદાતાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને રીફંડના પણ કોઇ ઠેકાણા નથી.

આવકવેરા વિભાગના પોર્ટલની સમસ્યાને કારણે કરદાતાઓના અગાઉ ભરેલા રિટર્નની વિગતો પણ નવા પોર્ટલમાં પ્રદર્શિત થઇ રહી નથી, અને જૂની સાઇટ બંધ થઇ ચૂકી છે તેથી જે કરદાતાઓ માત્ર ડીજીટલ ડેટા પર આધારીત હતા તેઓ હાલ પુરતા મુશ્કેલી અનુભવી રહ્યા છે.

આવકવેરા વિભાગના અગાઉના વર્ષના રિફંડના પણ કોઇ ઠેકાણા નથી અને નવા પોર્ટલની સમસ્યાઓને કારણે આ વર્ષે જે લોકોને રિટર્ન લેવાના થશે તેઓને પણ ક્યારે તેઓના ખાતામાં રકમ આવશે તેની કોઇ હૈયાધારણા પણ આપવા તૈયાર નથી. ટુંકમાં સગવડતાઓ માટે તૈયાર કરવામાં આવેલું નવું પોર્ટલ અધૂરી તૈયારી સાથે લાવવામાં આવતા સમસ્યા વકરી છે.

આવકવેરામાં કરદાતા બન્યા નધણિયાત
ડીઆઇએન નંબર ઓટો જનરેટ થતો નથી, -ચલણ નંબર વેલિડીટેડ થતા નથી, -ટીડીએસ રિટર્ન ફાઇલ થતા નથી, ​​​​​​​-વીએસવી ટેબ પ્રદર્શિત થતા નથી, -15સીએ, 15સીબી ફાઇલ થઇ શકતા નથી, -​​​​​​​રિટર્નમાં વેરિફિકેશન માટે જો સેલ્ફ સીલેક્ટ કરવામાં આવે તો તેમાં નામ પ્રદર્શિત થતુ નથી અને વેલિડીટેશન એરર આવે છે, -​​​​​​​આવકવેરાના જૂના રિટર્નની વિગતો કોઇ કરદાતાને જોવી હોય તો હજુ જૂનો ડેટા અપલોડ કરાયો નથી તેથી જોઇ શકાતો નથી અને જૂની વેબસાઇટ બંધ થઇ ચૂકી છે. - એકાઉન્ટ લોક થઇ જાય છે, ​​​​​​​-રીફંડની વિનંતીઓ સ્વીકારવામાં આવતી નથી, ​​​​​​​ફોર્મમ 26-એએસ જોઇ શકાતુ નથી, -ન નંબર પ્રદર્શિત થતો નથી, ​​​​​​​-જેસન યુટિલિટી ઉપલબ્ધ નથી, ​​​​​​​-રિટર્નમાં ફેરફાર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી​​​​​​​, -રિટર્ન ફાઇલ કરાયાનું એકનોલેજમેન્ટ પીડીએફ ડાઉનલોડ થતી નથી. -ઇ-પ્રોસિડિંગ ટેબ ચાલુ થયુ નથી​​​​​​​, - જૂના નોંધાયેલા વિવાદ દેખાતા નથી​​​​​​​, -ફોર્મ ફાઇલિંગ બાદ અપીલ ફાઇલિંગમાંં જ્યારે સેવ વિકલ્પ પસંદ કરવામાં આવે છે ત્યારે ડેટા ડીલીટ થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...