તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:કોરોનાના નવા લક્ષણ, માથુ કે પેટનો દુ:ખાવો, નબળાઇ અને અસ્વસ્થતા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘણા કિસ્સામાં દર્દીને છેક સુધી લક્ષણોની ખબર જ રહેતી નથી
 • ભાવનગરની હોસ્પિટલોમાં આ વખતે કોરોના પોઝિટિવના નવા લક્ષણો સાથેના દર્દીઓ જોવા મળ્યા

ગુજરાત રાજ્યમાં કોરોનાના અલગ અલગ જગ્યાએ નવા લક્ષણો સામે આવી રહ્યા છે જેમાં માથાનો દુખાવો, પેટનો દુખાવો, નબળાઇ અને અસ્વસ્થતા જેવા સહિત સામેલ છે. ભાવનગરમાં પણ હવે નવા પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને ઘણા કિસ્સામાં દર્દીને છેક સુધી લક્ષણોની ખબર જ રહેતી નથી.

 આ પ્રકારના કોઇ પણ લક્ષણો ઉપરાંત તાવ, ઝાડા, શરદી, ઉધરસ કે સ્વાદ અને ગંધ ગુમાવવા જેવા લક્ષણો જોવા મળે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તત્કાલ સંપર્ક કરવા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે.

હાલના સમયમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે અગાઉ જે લક્ષણો હતા તે તાવ, શરદી, ઉધરસ, સ્વાદ અને ગંધ ગુમાવવા જેવા લક્ષણો ઉપરાંત માથાનો દુખાવો, પેટનો દુખાવો, નબળાઇ, અસ્વસ્થતા જેવા લક્ષણો પણ ઉમેરાયા છે.

તાવ, શરદી, ઉધરસ જેવા કોઈ પણ લક્ષણો જોવા ન મળ્યા. કેટલાક દર્દીસઓને સખત નબળાઈ અનુભવાય અને બાદમાં તેમાં વધારો થાય છે તેમાં ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમાં ઘણા પોઝિટિવ દર્દીને તાવ, માથું દુખવું કે ઉધરસના એક પણ લક્ષણ જોવા નથી મળ્યા. આથી ઘણા કિસ્સામાં દર્દીને છેક સુધી લક્ષણોની ખબર જ રહેતી નથી.

રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તેવા પણ કોરોનાની ઝપટે ચડ્યાકોરોના સામે સુરક્ષા કવચ મેળવવા માટે બે ડોઝ લેવા ફરજિયાત છે પણ અમુક લોકો એક જ વખત ડોઝ લઈને જાણે હવે કોરોના થવાનો નથી તેવા નિષ્ફિકર બની ગયા છે તે પૈકી કેટલામ લોકો હાલ કોરોનાગ્રસ્ત થયાનું બહાર આવ્યું છે.

આ લોકોએ ડોઝ લીધાના થોડા દિવસો બાદ પોઝિટિવ આવ્યા હતા તેવું તબીબો જણાવે છે.

હોસ્પિટલાઇઝડ થવું પડે તેવા દર્દી ઘટ્યા
જે પણ દર્દીઓ પોઝિટિવ આવે તો એક્સ-રે, બ્લડ સહિતના તમામ રિપોર્ટ થાય છે જો દાખલ કરવા પડે તેમ હોય તો તે કાર્યવાહી થાય છે. હાલ કેસમાં વધારો આવ્યો છે તેમાં હોસ્પિટલાઈઝ કરવા પડે તે સંખ્યા ખૂબ ઓછી છે. પણ નવા નવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

તુરંત ટેસ્ટ કરાવો અને કોરોનાને ડામો
ભાવનગરમાં પણ કોરોનાના નવા લક્ષણો સાથેના કેસ જોવા મળી રહ્યા છે. આ સંજોગોમાં કોરોનાના શરૂઆતી લક્ષણોને ઓળખીને તુરંત જ ટેસ્ટ કરાવવામાં આવે તો કોરોનાને ઊગતો જ ડામી શકાય છે. કોરોનાના ટેસ્ટીંગથી પોતાનું રક્ષણ કરવા સાથે સમાજ અને દેશનું પણ આ મહામારીથી રક્ષણ કરી શકાય છે.> ગૌરાંગ મકવાણા, િજલ્લા કલેકટર, ભાવનગર

અગાઉ પ્લેટલેટમાં ઘટાડો જોવા મળતો ન હતો
હવે જે કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે તેઓને પેટનો દુખાવો, ડાયેરિયા, તાવ આવ્યા વગર જ બ્રેથલેસનેસ એટલે કે શ્વાસ ચડી જવા વગેરે છે અને રિપોર્ટમાં ત્રાકકણો એટલે કે પ્લેટલેટ ઘટી જતા હોવાનું દેખાયું છે. જોકે તેના બીજા કારણો પણ સમાવિષ્ટ હોઈ શકે પણ પહેલા જે કેસ આવતા તેમાં પ્લેટલેટમાં ઘટાડો જોવા મળતો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો