તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેફામ:એક જ દિવસમાં 94 પોઝિટિવ કેસનો નવો રેકોર્ડ

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • હોસ્પિટલો ઊભરાઈ છે કોરોનાના દર્દીઓથી, લંગાળા ગામે 15 દર્દી મળ્યા
 • શહેરમાં 65 અને ગ્રામ્ય કક્ષાએ 29 નવા પોઝિટિવ કેસ, 580 એક્ટિવ દર્દી

આ એપ્રિલ મહિનામાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના ની ગતિ બેલગામ, બેરહેમ અને બેફામ થઈ છે અને રોજેરોજ કોરોનાના પોઝિટિવ કેસનો વિક્રમ તૂટતો જાય છે. આજે એક જ દિવસમાં શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 94 કેસ મળતા હવે દવાખાનાઓ દર્દીઓથી ઉભરાતા થઈ ગયા છે. ભાવનગર જિલ્લામાં આજે 94 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,343 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 42 પુરૂષ અને 23 સ્ત્રી મળી કુલ 65 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

જિલ્લામા નોંધાયેલા 7343 કેસ પૈકી હાલ 580 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 73 દર્દીઓનુ અવસાન થયેલ છે.ભાવનગરના તાલુકાઓમાં ગારીયાધાર ખાતે 1, ઉમરાળાના લંગાળા -15, ઉમરાળા તાલુકાના રંઘોળા 3, ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે 1, પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી- 1, શામપરા-1, ટીમાણા-1, સિહોર તાલુકાના સોનગઢ-1, સિહોર ખાતે 1, તળાજા તાલુકાના પીપરલા -1, સિહોર તાલુકાના ઝરીયા -1, સિહોર તાલુકાના ભડલી-1 તેમજ વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ-1 કેસ મળી કુલ 29 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારમા 32 અને તાલુકાઓમાં 13 કેસ મળી કુલ 45 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો