તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાને મંજૂરી:મહુવા અને ઘોઘા તાલુકામાં નવી સરકારી માધ્યમિક શાળાને મંજૂરી, બીલડી અને નેસવડ ખાતે શરૂ થયેલી શાળામાં શિક્ષકોને હાજર થવા આદેશ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં શરૂ થયેલી નવી સરકારી માધ્યમિક શાળાઓ જુદી જુદી અન્ય માધ્યમિક શાળાઓમાંથી શિક્ષકોને નવી શાળાઓમાં ફરજ બજાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે. જેમાં મહુવા તાલુકાના બિલડી અને ઘોઘા તાલુકાના નેસવડ ખાતે નવી સરકારી માધ્યમિક શાળામાં અનુક્રમે માઢીયા અને મોટા ખોખરા ની સરકારી હાઈસ્કૂલના શિક્ષકોને સપ્તાહમાં બે દિવસ ફરજ માટે આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી એન. જી. વ્યાસે જણાવ્યું છે.

કે મહુવા તાલુકાના બિલડી ખાતે સરકારી માધ્યમિક શાળામાં માઢીયાની સરકારી હાઇસ્કૂલના પી. વિ. મહેતા અને ઘોઘા તાલુકાના નેસવડ ખાતે સરકારી માધ્યમિક શાળામાં મોટા ખોખરા સરકારી હાઈસ્કૂલના બી.એમ. મહિડાને હું શાળાની ફરજ ઉપરાંત વધારાની કામગીરી તરીકે દર સોમવાર અને મંગળવારે નવી શાળામાં ફરજ બજાવવાની રહેશે. આ માટે તેઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રિપોર્ટ પણ કરવાનો રહેશે. આ નવી શાળાઓમાં નવા પ્રવેશ માટે આજુબાજુની પ્રાથમિક શાળાઓના આચાર્યો તથા સી.આર.સીનો સંપર્ક કરી કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો