દિક્ષા:નૂતન દિક્ષિત નિરંજનભાઇ હવે મુનિરાજ યુગચંદ્ર વિજયજી અને મંજુલાબેન સાધ્વીજી માર્દવરસાશ્રીજીના નામે ઓળખાશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંજુલાબેન - Divya Bhaskar
મંજુલાબેન
  • નિર્મળચંદ્રસૂરિની નિશ્રામાં દાદાસાહેબ ડોમ ખાતે દિક્ષા કાર્યક્રમ યોજાયો

ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસંઘ સંચાલીત દાદાસાહેબ વિભાગના આંગણે પૂ.આચાર્ય નિર્મળચંદ્રસૂરિ, પૂ.ઉપાધ્યાય પુંડરીક વિજયજી મ.સા., પૂ.ઉપાધ્યાય વૈરાગ્યરત્ન વિજયજી મ.સા. પૂ.હર્ષિલસેન વિજયજી મ.સા, પૂ.મુનિરાજ ભદ્રભાહુ વિજયજી મ.સા., પૂ.ઉપાધ્યાય વિમલકીર્તીવિજયજી મ.સા, પૂ.પં.કલ્યાણકીર્તી વિજયજી મ.સા, પૂ.મુનિરાજ પદ્મનાભ વિજયજી મ.સા તથા ભાવનગરમાં બિરાજમાન શ્રમણ શ્રમણી ભગવંતોની નિશ્રામાં મુમુક્ષુ નિરંજનભાઇ અને મુંબઇના મંજુલાબેન સંઘવીએ રજોહરણ ગ્રહણ કર્યુ હતુ.દિક્ષાર્થીના નિવાસેથી વાજતે ગાજતે દિક્ષાર્થી દાદાસાહેબ ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે પધાર્યા હતા. અને આચાર્ય ભગવંતની નિશ્રામાં સવારે 6-45 કલાક દિક્ષા વિધિ શરૂ થઇ હતી.

ભાવનગરમાં પહેલી વખત ઓનલાઇન પ્રસારણ વિશાળ ડોમમાં આમંત્રિતો અને મહેમાનોની હાજરીમાં દિક્ષા (રજોહરણ વિધિ) થઇ હતી. મંજુલાબેન સંઘવી સાથે બે દિવસ પહેલા નિરંજનભાઇ નાનાલાલ શાહની દોઢ વર્ષથી દિક્ષાની ભાવના હતી તેઓની ભાવના પૂર્ણ થતા નિરંજનભાઇ હવે મુનિરાજ યુગચંદ્ર વિજયજીના નામ સાથે શ્રાવક શ્રાવિકાઓને સંસારના અપાર પાપ અને મોહથી બચવા પોતાની વાણી દ્વારા આત્મસાત કરશે.

નિરંજનભાઇ
નિરંજનભાઇ

પૂ.ગુરૂભગવંતો પાસેથી રજોહરણ ગ્રહણ કર્યા બાદ નિરંજનભાઇ નાનાલાલ શાહનુ નામ મુનિરાજ યુગચંદ્ર વિજયજી મ.સા અને મંજુલાબેનનુ નામ પ.પૂ. સાધ્વીજી માર્દવરસાશ્રીજી મ.સા. નામ રખાયુ હતુ . જે હવે લોકો મહાવીરનો સંદેશ અને આત્મબોધ આપશે. નિરંજનભાઇ ભાવનગર જૈન સંઘના મંત્રી હતા અને તેઓ દરેક કાર્યોમાં આગળ પડતા હોય તેઓના ખૂબજ સારા અને ન થઇ શકે તેવા કાર્યો ખંતથી સમાજ માટે કરતા હતા અને સમાજમાં આગળ પડતા હોવાથી ભાવનગર જૈન સંઘને હવે ખોટ પડી છે. જે હવે સમગ્ર જૈન સમાજને આત્મબોધ કરશે તે ભાવનગર સંઘ માટે ગૌરવની વાત કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...