તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારમારી:ભાવનગર શહેરના ઘોઘા રોડ પર કુકડા કેન્દ્ર ઘર પાસે પાણી ઢોળવા મુદ્દે પાડોશી બાખડ્યા

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા મામાલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

શહેરના ઘોઘા રોડ પર આવેલા મફતનગર વિસ્તારમાં ઘર પાસે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પરિવારો મારામારી પર ઉતરી આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘા રોડપર કુકડા ઉછેર કેન્દ્ર પાસે મફતનગરમાં રહેતી નૂરજહાંબાનું હસનમિયા ડેરૈયા (ઉ.વ 36.)એ તેના ઘરપાસે રહેતા અફઝલ મિઠાણી, સાજીદ મિઠાણી, હમિદા તથા અફસાના વિરુદ્ધ એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે આ પડોશીઓ ઘરપાસે પાણી ઢોળતા હોય આથી તેનાં સાસુ પડોશીઓ ને સમજાવા જતાં આ મુદ્દે ચારેય સભ્યો લાજવાને બદલે ગાજ્યા હતાં અને ઝઘડો કરી બિભત્સ ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે પોલીસે ચારેય સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...