તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં રોષ:બુધેલ ચોકડી પર ડીવાઈડરની મરામત અને રીફલેક્ટર લગાવવામાં બેદરકારી

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બુધેલ ચાર રસ્તા પર ડીવાઇડર મુકાયા ત્યારથી જ વાહન ચાલકો માટે મુશ્કેલી
 • પ્રશ્ન ઉકેલાય તો માર્ગ સલામતિ માસની ઉજવણી સાર્થક બને

માર્ગ સલામતી માસની ઉજવણી દ્વારા અકસ્માતોનું પ્રમાણ ઘટે તેમજ વાહન ચાલકોમાં નિયમોની જાગૃતિ આવે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે જે આવકાર્ય બાબત છે પરંતુ માર્ગ સલામતીની દુહાઈની વાતો વચ્ચે માર્ગો કેટલા સલામત છે.? તે પ્રશ્ન વાહન ચાલકો કરી રહ્યા છે. જેમ વાહન ચલાવવા ચોક્કસ નિયમોનું પાલન કરવું હિતાવહ છે એટલું જ જરૂરી છે વાહન ચલાવવા યોગ્ય માર્ગો મળે. અનેક કિસ્સામાં ખરાબ રસ્તાઓ પણ અકસ્માત માટે નિમિત્ત બને છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર દુધેલ ચોકડી તેનું જીવંત ઉદાહરણ ગણી શકાય.!

ભાવનગર મહુવા ધોરી માર્ગ પર દુધેલ ચોકડીએ રસ્તાની થયેલી અવદશાથી વાહન ચાલકો પર ખતરો ઉભો થયો છે, ખાસ કરીને ડીવાઈડર નામશેષ થયા છે જે વાહન ચાલકોને આંટીએ ચડાવે છે. રાત્રીના અંધકારમાં તો આ રસ્તે પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા જેવું છે ! આ ચાર રસ્તે લાઈટ લગાવાઈ નથી આથી રાત્રે વાહન ચાલકો માટે મુશ્કેલી બેવડી થઈ જાય છે. હાઇવે ઓથોરિટી દ્વારા આ ગંભીર મામલે ગુનાહિત બેદરકારી દાખવાઈ રહી છે. જે સામે લોકોમાં રોષ ફેલાયો છે.

બુધેલ ચાર રસ્તા પર આમ તો ડીવાઇડરના નિર્માણ કાળથી જ વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થઇ છે. ડીવાઈડરની નવીન પ્રકારની ડિઝાઇન વાહનો માટે સરળતા કરવાના બદલે ચાલકો માટે અવઢવ પેદા કરતી હોવાના અનેક લોકોને અનુભવ થયા છે. વળી પહેલેથી જ કામ નબળું થયું હોય એમ ડીવાઈડરના બન્યાના ટૂંકા દિવસોમાં જ તૂટવા લાગેલા અને આજે સ્થિતિએ થઈ છે કે હવે ડીવાઇડર સંપૂર્ણ જીર્ણ થઈ ગયા છે અને તેના પર મુકેલી રેડિયમ પાઈપોનું અસ્તિત્વ નામશેષ થવામાં છે. આ ડીવાઇડર દેખાતા જ નથી અને તેની સાથે જ વાહનો અથડાઈ પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો