આજે વિશ્વ ફિઝિયોથેરાપી દિન:મોબાઈલના સતત ઉપયોગથી થતો ગરદનનો દુ:ખાવો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથા-ખભાનો દુ:ખાવો, હાથનો દુ:ખાવો થાય અને સાથે હાથમાં ખાલી પણ ચડે છે

આવતી કાલ તા.8 સપ્ટેમ્બરને ગુરૂવારે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવશે. મોબાઇલના ઉપયોગમાં મોટા ભાગે 18થી 30 વર્ષની ઉમર વાળા લોકો તો 1-2 કલાકની બદલે સતત 3-4 કલાક સુધી ઉપયોગ કરતા હોય છે. સંશોધન પ્રમાણે દિવસેને દિવસે આ તકલીફ વધુ ને વધુ જોવા મળે છે.આ તકલીફ બાળકોથી લઈ ને ઘરડા એટલે બધી ઉમરના લોકોમાં જોવા મળે છે.માથું નીચે રાખીને મોબાઈલનો સતત ઉપયોગ કરવાથી ગરદનનો દુખાવો થતો હોય છે આ દુખાવાને "ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ "કહેવાય છે.

આ તકલીફ ઘણા બધા લોકોને થતી હોય છે પરંતુ તેની જાણકારી ન હોવાને લીધે બધા લોકો મોટાભાગે એને ગણકારતા નથી હોતા અને આ દુખાવાને સહન કરતાં રહે છે. આ દુખાવાની સાથે ખભાનો દુખાવો તેમજ હાથ નો દુખાવો પણ થતો હોય છે અને સાથે હાથમા ખાલી પણ ચડતી હોય છે. ઘણા લોકોને તો સાથે પાછળનું માથું પણ દુખતું હોય છે.જ્યારે સાવ માથું નીચે નમાવીને મોબાઈલ નો ઉપયોગ કરીએ ત્યારે ગરદન પર 30 કિલો જેટલું વજન લાગતું હોય છે. તો જ્યારે અડધી કલાક થી વધારે નીચે જોઈ મોબાઈલનો ઉપયોગ કરીએ તો ગરદન પર કેટલો બધો વજન આવે તો એના લીધે ગરદન નો દુખાવો થતો હોય છે.

ટેક્સ્ટ નેક સિન્ડ્રોમમા ફિઝિયોથેરાપીની ભૂમિકા મહત્વની
દર અડધી કલાક (30 મિનિટ )એ 1 મિનિટનો બ્રેક લેવો જોઈએ અને તેમાં 30 સેકંડ માટે ચાલવું અને 30 સેકંડ માટે માથું ઉપર કરીને બેસવું. સૂતી વખતે કડક અને પાતળું ઓશીકું લેવું. પહેલા સીધા બેસવું પછી બંને હાથ માથા પર રાખો અને બંને હાથ ભેગા કરીને ઉપરની તરફ તાકાતથી ખેંચવા અને પછી બંને હાથ ફરીવાર માથા ઉપર રાખી દેવા આ કસરત દિવસમા 2 વખત 10-10 વાર કરવી. બંને હાથ પાછળ પીઠ પર લઈ જાઓ પછી કોણી ના ભાગથી બંને હાથ પાછળની તરફ ખેંચો. આ કસરત પણ દિવસમા 2 વખત 10-10 વાર કરવી. જો આ કસરત કર્યાં પછી પણ આ તકલીફ સતત રહેતી હોય તો ફિઝિયોથેરાપીસ્ટને જરૂર બતાવવું. > ડો.લક્ષ્મી જે. ગુરૂમુખાણી, ફિઝિયોથેરાપીસ્ટ

આ 5 બાબતોથી ‘ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ’થતો અટકાવી શકો
બેસતી વખતે સીધું (ટટ્ટાર) બેસવું જોઈએ. જ્યારે કમ્પ્યુટર/લેપટોપ નો ઉપયોગ કરતા હોઈએ ત્યારે સ્ક્રીનનો મધ્યનો ભાગ આંખની સામે આવવો જોઇએ, ઉપર અથવા નીચે ન આવવો જોઈએ જેથી આપણે માથું ઉપર નીચે ન કરવું પડે અને ગરદન પર વજન પણ ન આવે. મોબાઈલ વાપરતી વખતે માથું નીચે કરવાની બદલે મોબાઈલ ને આંખ ની સામે લેવો જોઈએ એટલે મોબાઈલ ની સ્ક્રીન આંખ ની સામે આવવી જોઈએ. મોબાઈલ નો વધારે ઉપયોગ કરવાનો હોય તો મોબાઇલ ને ટેબલ પર સ્ટેન્ડ રાખીને ખુરશી પર બેસી ને તેનો ઉપયોગ કરવો. મોબાઈલ/કોમ્પ્યુટર નો વધારે ઉપયોગ કરતી વખતે દર અડધી કલાકએ 1 મિનિટનો બ્રેક લેવો જોઈએ અને તેમાં 30 સેકંડ માટે ચાલવું અને 30 સેકંડ માટે માથું ઉપર કરીને બેસવું.

અન્ય સમાચારો પણ છે...