તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ભાવનગર નજીક 3 શખ્સોએ જમીન વેચવાના નામે કરી 44 લાખની ઠગાઇ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કમળેજ ગામના એક જમીન/મીલ્કતના દલાલને તેના જ મિત્ર તથા મહીલા સહીત ત્રણ શખ્સોએ જમીન અપાવવાના બહાને રૂ 1 કરોડની જમીનનો સોદો નકકી કરી રૂ.44 લાખ લઇ જમીન ન આપી ઠગાઇ કર્યાની શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. વરતેજ તાબેના કમળેજ ગામના ફરિયાદી અતુલભાઇ વાલજીભાઇ સાંગા એ આરોપીઓ રઘુવીર ભુપતભાઇ ડાંગર ( રહે. રાજપરા ( ખો), કિષ્નાબેન રણજીતસીંહ શ્રમા ( રહે. ચિત્રા,જીઆઇડીસી ) અને રામપ્રકાશ ( રહે. જીંદ,હરિયાણા) વાળા સામે સીહોર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમા જણાવયુ છે કે તેઓ ખેતીકામ અને જમીન-લે વેચનો વ્યવસાય કરે છે.

તેઓ રાજપરાના રઘુવીરભાઇને ઘણા વરસોથી ઓળખતા અને તેઓ મિત્ર હતા.જેથી તેમણે ફરિયાદીને સને-2018 માર્ચ મહીનામા જે જમીન રેવન્યુ સર્વે નં-86 ઔધોગીક હેતુ માટે બીનખેતી થયેલ રાજપરા પાસે ફાયદાવાળી જમીન હોવાનુ અને કોરાણ કરવાનુ કહેતા તેઓએ જમીન જઇ તે ગમી જતા તે જમીનના માલીક ડી.આર.કેબલ્સ પ્રા.લી. ના ડાયરેકટર ક્રિષ્નાબેન રણજીતસીંહ શર્માની હોવાનુ અને તે ચિત્રા જીઆઇડીસીમા રહેતા હોય તેઓ તેમને મળવા ત્યા ગયા હતા.જયા બેનના જમાઇ રામપ્રકાશ ( રહે. જીંદ,હરિયાણા) વાળા હાજર હતા.તેઓ સાથે જમીન બાબતે ચર્ચા બાદ રૂ. 1,05,00,000 મા જમીનનો સોદો નકકી થયો હતો.

ઠગાઇ કર્યાની રાવ
તા.28/3/2018 ના રોજ એક લાખ રૂપીયા બાના પેટે ચુકવેલ.અને તા.16/5/2018 ના રોજ સાટાખત કરેલ.જેથી રૂ. 54,11,000 એસબીઆઇ વરતેજ શાખામાથી નેટબેન્કીંગથી અને રઘુવીરે તેમના પાસેથી રૂ. 27,00,000 એમ કુલ રૂ.81,11,000 ક્રિષ્નાબેનના કેનેરા બેન્કના ખાતામા જમા કરાવેલ. અને બાકીની રકમ દસ્તાવેજ બને તે વખતે આપવાનુ નકકી કરેલ. બાદમા ફરિયાદીને શંકા જતા અને બેન્કમા તપાસ કરતા એક ખોટુ સાટાખત બન્યાનુ ફ.ની જાણમા આવેલ.જેથી તેમણે ક્રીષ્નાબેને દસ્તાવેજ બનાવવા કહેતા તેમણે ગલ્લા તલ્લા કરેલ. અને રઘુવીરે પણ ઘસીને ના પાડી દીધેલ તે દરમ્યાન રઘુવીરે તેઓને રૂ. 10 લાખ કટકે કટકે પાછા આપલ. અને ઉપરોકત ત્રણેયે મળી તેમની સાથે રૂ. 44 લાખની ઠગાઇ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...