ચૂંટણી નજીક આવતા સક્રિય બન્યા:શાસકોના ગેરવહીવટને એનસીપી ખુલ્લો પાડશે

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રા ફુલસર​​​​​​​ વોર્ડના સંમેલનનું આયોજન પ્રદેશ પ્રમુખ સહિતના રવિવારે હાજર રહેશે

ભાવનગરમાં આગામી ચૂંટણી અનુસંધાને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉપરાંત એનસીપી એ પણ લોકોના પ્રશ્નો અને શાસકોના ગેરવહીવટ બાબતે લોકો સમક્ષ ઉજાગર કરવા મેદાને આવ્યું છે. અને આગામી 7મી ઓગસ્ટના રોજ ચિત્રા ફુલસર વોર્ડના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં ભાજપ શાસિત કોર્પોરેશનના શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, પાણી, લાઈટ, ભ્રષ્ટાચાર, કેમિકલયુક્ત પાણી સહિતના વિવિધ પ્રશ્ને એનસીપી દ્વારા આગામી તારીખ 7મી ઓગસ્ટને રવિવારે સવારે 10 કલાકે સંત તુલસીદાસ સોસાયટી, ગુરુકુળ પાછળ, તુલસી હોલ ખાતે ચિત્રા ફુલસર વોર્ડનું સંમેલન યોજાશે.

જેમાં એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ સી.આર.પટેલ સહિતના પ્રદેશ કક્ષાના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. ચૂંટણી પૂર્વે એક પછી એક રાજકીય પક્ષો પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાના પ્રયાસો કરી રહ્યા છે. કોર્પોરેશનના ખાડે ગયેલા વહીવટને પ્રજા સમક્ષા ચૂંટણી પહેલા ખુલ્લો પાડવાના જુદા-જુદા પક્ષો દ્વારા પ્રયાસો કરાય છે .

અન્ય સમાચારો પણ છે...