તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તર્કવિતર્ક:ખેડૂતો અને લોકોના પ્રશ્ને એનસીપી પણ મેદાનમાં

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ પ્રશ્ને સરકાર સામે NCP બાયો ચડાવશે, સિદસરમાં સંમેલન યોજાશે

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પણ સક્રિય થઇ રહ્યા છે. ભાજપ કોંગ્રેસ દ્વારા તો વિકાસ અને પ્રજાકીય પ્રશ્ને કાર્યક્રમોની વણઝાર લાગી છે ત્યારે ખેડૂતો અને આમ લોકોના પેચીદા સળગતા પ્રશ્ને એનસીપી પણ મેદાનમાં આવ્યું છે અને આગામી 12મી ના રોજ સિદસર ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

એનસીપી દ્વારા આગામી 12મીના રોજ સવારે 10 કલાકે સરદાર પટેલ માધ્યમિક હાઈસ્કૂલ સિદસર ખાતે સંમેલન યોજાશે. જેમાં ગુજરાત વીજ કંપનીનું ખાનગીકરણ નહીં કરવા, ખેડૂતો અને પશુપાલકના હિતમાં પેરેલલ દૂધ સંઘની મંજૂરી લેવા, ખેડૂતોને સમયસર પાક વીમો અને વાવાઝોડાના નુકસાની સહાય આપવા, આત્મનિર્ભરની લોન આપવા, યુવા બેરોજગારોને નોકરી આપવા, કોર્પોરેશન વિસ્તારમાં ભરેલા પાંચ ગામોના હાઉસ ટેક્સ બાબતે, ડુંગળીની આયાત નહીં કરવા અને નિકાસ ચાલુ રાખવા, બોર તળાવ ના દબાણો હટાવવા સહિતના મુદ્દે તેમજ લોકોના અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે સરકાર સામે લડત આપવાના કાર્યક્રમો ઘડાશે. ભાવનગર સહકારી બેંકના પ્રમુખ નાનુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને તેમજ એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંતભાઈ પટેલના મુખ્ય મહેમાનપદે કાર્યક્રમ યોજાશે. એન.સી.પી.ના સંમેલનમાં ચોક્કસ પણે ખેડૂતોના પ્રશ્નો હશે પરંતુ એન.સી.પી.ના રાજકીય કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી નાનુભાઈ વાધાણીની ઉપસ્થિત અનેક તર્ક વિતર્ક ઉભા કરે છે.

અન્ય સમાચારો પણ છે...