તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિક્રમ સંવત 2077ના વર્ષની પ્રથમ નવરાત્રી માધી નવરાત્રીનો શુભારંભ આવતીકાલથી થઇ રહ્યો છે. માધ શુદ એકમ શુક્રવાર તા.12-2થી માધી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે. ભારતીય પંચાગ પરંપરા અનુસાર હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં વર્ષ દરમ્યાન ચાર નવરાત્રી ઉજવાય છે. માઘ માસ, ચૈત્ર માસ, અષાઢ માસ અને આસો માસ એમા માઘ અને અષાઢની નવરાત્રી ગૃપ્ત નવરાત્રી તરીકે ઓળખાય તેમ શ્રીધર પંચાગ વાળા કિશન જોશીએ કહ્યુ છે.
સંવત 2077માં કાલથી શરૂ થઇ રહેલા માઘી નવરાત્રીમાં શકિત (મા જગદંબા)ની ઉપાસના કરવાનુ મહાત્મય છે. તા.12ના સવારે 7-30 થી 9ના સમયમાં ઘટ સ્થાપન કરવુ, ગરબો પધરાવવો, પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસીને સ્થાપન કરીને ઘીનો દિવો, ધુપ કરી માતાજીને સ્નાન કરાવી, અબીલ, ગુલાલ, કંકુ, ચંદનથી પુજા કરવી યથા શકિત નૈવૈદ્ય ધરાવવા, ફુલ ચોખાથી માતાજીને વધાવીને મંત્ર જાપ કરવા.માળા પુરી થયા પછી એક આચમની જળ હાથમાં રાખી મા જગદંબાને પ્રાર્થના કરવી કે હે મા મારા જીવનમાં શકિત, શાંતિ અને સમૃધ્ધિનો સંગમ થાઓ, પ્રસન્નતાસભર જીવન પ્રાત્ત થાયો, મારા ઘર અને મારા જીવનમાંથી અનિષ્ટ તત્વોનો નાસ થાઓ, સુરી લક્ષ્મીનો વાસ હો, તમારૂ સ્મરણ સતત હો, ત્યારબાદ એ જળ આચમન રૂપે પી જવુ અને પ્રસાદ ગ્રહણ કરવો તથા કુટુંબના અન્ય સભ્યને પ્રસાદ આપવો અનુષ્ઠાન સિધ્ધિદાયક ગણવા.
મંત્રની માળા કરવી
> ઓમ રીમ કર્લિ ચામુંડાયે વિચ્યૈ
> યા દેવિ સર્વભુતેષુ શકિત રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ:
> ઓમ શ્રી કમલે કમલાલયે પ્રસિદ પ્રસિદ શ્રી મહાલક્ષ્મી પ્રશ્નોસ્તુ આ માળા 11 અથવા 21 હજાર મંત્રોનુ અનુષ્ઠાન કરવુ.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.