તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:ગાંજા સાથે ઝડપાયેલા નવાગામના શખ્સને 10 વર્ષની સખ્ત કેદની સજા

ભાવનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિહોરમાં ગાંજો લઇ વેચાણ કરવા જતા ઇસમને SOG અે વર્ષ-2018માં તેને ઝડપી લીધો હતો

વર્ષ-2018 ના અોગષ્ટ માસમાં શિહોરમા અાવેલી પાનની કેબીન ધારકને ભાવનગર અેસ.અો.જી.ટીમે ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધેલ. જે અંગેનો કેસ ભાવનગરની કોર્ટમા ચાલી જતા અદાલતે અારોપીને કસુરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા અને રુપીયા 30000 નો રોકડ દંડનો હુકમ કરેલ છે.

બનાવ અંગેની વિગતો મુજબ ગત તા.13/8/2018 ના રોજ ભાવનગર-રાજકોટ હાઇ વે પર અાવેલા શિહોર ગામની પી.જી.વી.સી.અેલ કચેરીના દરવાજા પાસે અાવેલ રોશની પાન નામની કેબીન પાસે અારોપી વજા દાનસંગભાઇ વાળા ( ઉ.વ.68. રહે. રામજી મંદીર પાસે,નવાગામ ,કનીવાવ,તા.શિહોર) વાળા પોતાના કબજામાં ગેર કાયદેસર રીતે પાસ-પરમીટ વગર ગાંજો 4.76 કિ.ગ્રા. કિંમત રૂપીયા 23456 નો વેચાણ કરવાના ઇરાદે ખરીદી અાર્થીક ફાયદો મેળવવવાના હેતુથી પોતાના કબજામાં રાખી સાયકલ પર અાવતા મુદામાલ સાથે ભાવનગર અેસ.અો.જી. ટીમે રેઇડ કરતા અારોપી રંગે હાથ ઝડપાય ગયેલ. અને પંચનામાની કાર્યવાહી કરવામા અાવેલ. ત્યારબાદ તે અંગેની ફરિયાદ ભાવનગર અેસ.અો.જી. પી.અેસ.અાઇ.ડી.ડી.પરમારે અાપેલ. જે ફરિયાદ તેઅોઅે શિોહર પોલીસ સ્ટેશનમાં અેન.ડી.પી.સી. અેકટની કલમ હેઠળનો ગુન્હો નોંધાવ્યો હતો.

જે અંગેનો કેસ ગુરૂવારે ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ અેન્ડ સેશન્સ જજ અાર.ટી.વચ્છાણીની અદાલતમા ચાલી જતા કોર્ટે જીલ્લા સરકારી વકીલ વીપુલ દેવમુરારીની દલીલો, અાધાર-પુરાવાઅો અને સાક્ષીઅોને ધ્યાને લઇ અારોપી વજા દાનસંગભાઇ વાળાને કસુરવાન ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા અને રુપીયા 30000 નો રોકડ દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો