લોક- અદાલત:ભાવનગરમાં 11 ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક- અદાલત યોજાશે, દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરાશે

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પી.જી.વી.સી.એલ., ચેક રિટર્ન, બેંકને લગતા કેસો સહિતના કેસોને સમાધાન માટે રાખવામાં આવશે

ભાવનગરમાં આગામી તારીખ 11 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક-અદાલત યોજવામાં આવશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર દીવાની અદાલતોમાં તેમજ તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં "રાષ્ટ્રીય લોક-અદાલત યોજવામાં આવશે.

આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. તેમજ પી.જી.વી.સી.એલ., નેગોશિયેબલ એક્ટ (ચેક રિટર્ન), બેંકને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, સર્વિસ મેટર, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વગેરે સમાધાન માટે રાખવામાં આવશે.

પક્ષકારોએ "રાષ્ટ્રીય લોક અદાલત" દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે જણાવાયું છે. તેમજ આ અંગેની વધુ જાણકારી મેળવી હોય તો જે- તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ભાવનગરનો તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ સમિતિનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...