આયોજન:રાષ્ટ્રીય કક્ષાની બાસ્કેટબોલ ટુર્ના.નો શહેરમાં થયો આરંભ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં પ્રેક્ષકો વચ્ચે પ્રથમ દિવસે 65 મેચો રમાઇ
  • વોન્કી​​​​​​​-વોલ્વઝ ગર્લ્સ, ઇન્ડીયન નેવી ટીમ આકર્ષણનું કેન્દ્ર

રાષ્ટ્રીય કક્ષાની થ્રી ઓન થ્રી બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગર ખાતે આરંભ થયો હતો. પ્રથમ દિવસે 65 મેચો રમાઇ ગઇ હતી. આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનનાર નેશનલમાં રમવા જશે અને બાદમાં વર્લ્ડ ટુરમાં ટીમોને મોકલવામાં આવશે.

ભાવનગરના આંગણે 15મી એપ્રિલથી શરૂ થયેલી બાસ્કેટબોલ ટુર્ના.માં વોન્કી વોલ્વઝ ગર્લ્સ અને ઇન્ડીયન નેવી ટીમ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભાવનગરની ખેલકૂદ પ્રેમી જનતા પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં મેચ નિહાળવા માટે એમ.કે.ભાવનગર યુનિવર્સિટી મેદાન ખાતે ઉમટી પડી હતી. 2024 ઓલિમ્પિકમાં ભારતની બાસ્કેટબોલ ટીમ ક્વોલિફાઇ કરાવવા માટે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા ભારતના 20 શહેરોમાં આખા વર્ષ દરમિયાન 5 સીઝન રમાડવામાં આવશે તેમાં ભાવનગરની પસંદગી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...