એવોર્ડ:6 થી 18 વર્ષની વયજૂથના બાળકોને અપાશે “રાષ્ટ્રીય બહાદૂરી એવોર્ડ’’

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એવોર્ડ માટે અરજીઓ મંગાવવામાં આવી
  • બાળ કલ્યાણ માટેની ભારતીય પરિષદ દ્વારા અસામાન્ય બહાદુરી માટે અપાય છે એવોર્ડ

બાળ કલ્યાણ માટેની ભારતીય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ બાળકોને તેમની અસામાન્ય બહાદૂરી માટે રાષ્ટ્રીય બહાદુરી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. આ માટેની વિગતો વેબસાઇટઃ www.iccw.co.in પર પણ ઉપલબ્ધ છે. આ માટે બાળકે જિંદગી સામે જોખમ હોય કે મોટી ઇજા થાય તેમ હોય તેમાં બચાવ કામગીરી કરી હોય કે સમાજ સામેની ગુન્હાહિત કામગીરી સુપેરે કરી હોય તેને આ માટેની પ્રાથમિકતા આપવામાં આવે છે.

આ માટેની અરજીઓ આ પરિષદને તા.15મી ઓક્ટોબર, 2022 પહેલાં મળી જાય તે રીતે અરજી કરવાની રહેશે. જે તે ઘટના વખતે બાળક 6 થી 18 વર્ષની વયજૂથમાં હોય ત્યારે કરેલું હોવું જરૂરી છે. આ માટેની અરજી બાળક જે શાળામાં અભ્યાસ કરે છે તેના આચાર્ય, જિલ્લા પંચાયતના વડા, બાળ કલ્યાણની રાજ્ય પરિષદના પ્રમુખ કે જનરલ સેક્રેટરી, કલેક્ટર કે તેમની સમકક્ષના અધિકારી, જિલ્લાના પોલીસ વડા કે તેમની સમકક્ષ હોદ્દો ધરાવતાં પોલીસ અધિકારી. આ પૈકી કોઇપણ બે વ્યક્તિની ભલામણ હશે તેને ધ્યાનમાં લેવાશે. કોઈપણ બાળક જેણે ખરેખર બહાદુરી દર્શાવી હોય તે એવોર્ડથી બાકાત ન રહી જાય તે માટે આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...