તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય જય જગન્નાથ:સંચારબંધી વચ્ચે સંસારના નાથની આજે નગરચર્યા

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સુભાષનગર મંદિરને  રોશનીથી ઝળહળતા કરાયા હતા. - Divya Bhaskar
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સુભાષનગર મંદિરને રોશનીથી ઝળહળતા કરાયા હતા.
  • ભાવનગરના મહારાજાના હસ્તે આજે સવારે સુભાષનગર મંદિરે સોનાની સાવરણીથી રથમાં વિધિ કરવામાં આવશે
  • સંક્રમણનો ડર હોય સમગ્ર 17.5 કિલોમીટરના રૂટ પર કર્ફ્યુ, રૂટમાં ક્યાંય દર્શન કરવાની છૂટ નહીં, સ્વાગત પણ નહીં થાય

આવતી કાલ તા.12 જુલાઇને સોમવાર, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી હાલ કોરોનાના સંક્રમણને લીધે ભક્તોની દરકાર કરીને તેની રથયાત્રાના ભાવનગર શહેરના સમગ્ર 17.5 કિલોમીટરના રૂટ પર કર્ફ્યૂ સાથે નગરચર્યાએ નિકળશે. જો કે આ વર્ષે ભક્તોએ ભગવાનના દર્શન ઘરે બેઠા ટીવી પર કે સોશિયલ મીડિયા પર લાઇવ પ્રસારણમાં કરવાના રહેશે.

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રથને રોશનીથી ઝળહળતા કરાયા હતા.
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રથને રોશનીથી ઝળહળતા કરાયા હતા.

સોમવારે સવારે 8 કલાકે જય જય જગન્નાથના નારા સાથે રથયાત્રાનો આરંભ થશે. આ પૂર્વે સુભાષનગર મંદિરમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરાજસિંહજીના હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા તથા પહિન્દ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાશે.

શહેરમાં રથયાત્રાના સમગ્ર 17.5 કિલોમીટરના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
શહેરમાં રથયાત્રાના સમગ્ર 17.5 કિલોમીટરના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોાત્સવ સમિતિ દ્વારા આ વર્ષે 36મી રથયાત્રા નિકળશે. આ યાત્રા ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમની અને દેશમાં તૃતિય ક્રમની ગણાય છે. સુભાષનગર મંદિરે સવારે ભગવાન જગન્નાથજી, મોટાભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્તવિધિથી સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવશે. આ અવસરે સંતો-મહંતો તેમજ વિભાવરીબહેન દવે, જીતુભાઇ વાઘાણી, ભારતીબહેન શિયાળ, રાજુભાઇ રાણા, કીર્તિબહેન દાણીધારિયા વિગેરે ઉપસ્થિત રહેશે.

રથયાત્રાનો બંદોબસ્ત જાળવવા માટે 1 એસપી, 1 એએસપી, 16 ડીવાયએસપી, 40 પીઆઈ, 103 પીએસઆઇ, 1500 પોલીસ, 18 ઘોડેસવાર પોલીસ, 5 એસઆરપી કંપની, 1183 હોમગાર્ડ જવાન, 16 વીડિયોગ્રાફર સહિતના સુરક્ષા કર્મીઓ, ડ્રોન કેમેરા અને બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો ખડેપગે ફરજ બજાવશે.

ભગવાનના વાઘા હરજીવનભાઇ દાણીધારિયાએ બનાવી આપ્યા છે. ભગવાના કલાત્મક સાફાની સેવા પ્રફુલ્લાબહેન બાબુભાઇ રાઠોડે કરી છે. રથયાત્રા સમિતિ દ્વારા પણ સૌ કોઇ ભક્તોને અનુરોધ કરાયો છે કે કોરોનાની મહામારીને ધ્યાને સંક્રમણ ન ફેલાય માટે તે માટે ઘરે રહીને દર્શન કરવા, કોઇને રથમાં પ્રવેશ નહીં આપવામાં આવે તેમજ ફુલહાર કે પ્રસાદીનું વિતરણ પણ કરવામાં નહી આવે.

આજે વર્ષમાં માત્ર એક દિવસ ભગવાન રથમાં શયન કરે છે
જગતના નાથ એવા ભગવાન જગન્નાથજીનાં દર્શન હંમેશાં મંદિરમાં તો વર્ષમાં માત્ર 15 દિવસ મોસાળમાં રહેતા, ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી પરંતુ તસવીર મૂકવામાં આવી હોય છે. તો અષાઢી બીજના દિવસે ભગવાન આખો દિવસ નગરચર્યાએ જઇને લોકોની ખબર-અંતર પૂછીને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજી જ્યારે નિજ મંદિરે પરત આવે છે ત્યારે તેઓ રથમાં જ શયન કરે છે. વર્ષમાં એક જ દિવસ, અષાઢી બીજના દિવસે એવું બને છે કે ભગવાન રથમાં શયન કરે છે.

Rathyatra Bhavnagar પર લાઇવ પ્રસારણ
સોમવારે નિકળનારી રથયાત્રાનું લાઇવ પ્રસારણ યુ-ટ્યુબ અને ફેસબૂક Rathyatra Bhavnagar ઉપર તથા ઘરે અન્ય ચેનલો દ્વારા કરવામાં આવશે. આ પ્રસારણ દ્વારા ઘરે ભગવાનના દર્શન કરી શકાશે.

ભગવાનના રથને શણગાર કરાયો
સોમવારે સમગ્ર રૂટમાં કર્ફ્યુ વચ્ચે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નિકળવાના છે તે કલાત્મક રથ 250 ઘનફૂટ કાષ્ટમાંથી નિર્મિત કરાયો છે. રથ સંપુર્ણ નકશીકામથી કલાત્મક મયુર આકારનો બનાવાયેલ છે. જેની લંબાઇ 36 ફુટ, પહોળાઇ 14 ફુટ અને ઉંચાઇ 19 ફુટની છે. રથના આગળના ભાગે જ ફાઇબરના ચાર ઘોડા લગાવાયા છે. સાઉન્ડ, લાઇટ અને અદ્યતન સુવિધાઓ જેવી કે સીસીટીવી કેમેરા ફીટ કરાયા છે. રથની સીલીંગ વોટર પ્રુફ મરીનપ્લાય દ્વારા બનાવવામાં આવી છે. જેના પર ફાયબરનુ કોટીંગ છે. જો કે કોરોના સંક્રમણને લીધે ભક્તોને આ વર્ષે રથ પર પ્રવેશ આપવાનો નથી.

અન્ય સમાચારો પણ છે...