PMનો ભાવનગરમાં રોડ શો:ધોલેરામાં 1.50 લાખ કરોડનો સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ આવવાના સંકેત આપ્યા, ભાવનગરી ગાંઠિયાના કર્યા વખાણ

ભાવનગર2 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સુરતમાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ હવે વડાપ્રધાન ભાવનગર આવી પહોંચ્યા છે, જ્યાં તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. એ બાદ વડાપ્રધાને ભાવનગરમાં કરોડોનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. ભાવનગરમાં 817 કરોડથી વધારેનાં કાર્યોનું લોકાર્પણ તેમજ 6 હજાર 626 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું. ત્યાર બાદ સભા સ્થળે પહોંચી લોકોને સંબોધ્યા હતા. સૌરાષ્ટ્રને ઊર્જાનું મહત્ત્વનું કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ધોલેરામાં સેમીકન્ડકટરનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો લાભ ભાવનગરને મળશે. તાજેતરમાં જ તાઈવાનની ફોક્સકોન અને વેદાન્તા કંપનીએ સેમીકન્ડક્ટર ક્ષેત્રે રાજ્યમાં રૂ. 1.50 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાને સંબોધનમાં સૌપ્રથમ ભાવનગરના લોકોને નવરાત્રિની શુભકામના પાઠવી હતી. તેમણેસંબોધન દરમિયાન કહ્યું હતું કે રીજનલ સાયન્સ સેન્ટર સ્થપાવાથી શિક્ષણ અને સંસ્કૃતિના શહેર તરીકેની ઓળખ મજબૂત બનશે, ત્રણ એલએનજી છે. ગુજરાત એમાંય પહેલું હતું, આપણે સેંકડો કોસ્ટલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરી, માછીમારો ફિશિંગ હાર્બર બનાવાયા, એનો નિરંતર વિસ્તાર અને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કોસ્ટલાઇન રિન્યુએબલ એનર્જી, હાઇડ્રોજન પર કામ થાય છે , સૌરાષ્ટને ઊર્જાનુ મહત્ત્વનું કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ધોલેરામાં જે સેમીકેન્ડક્ટર પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો લાભ ભાવનગરને મળશે. જે પ્રોજેક્ટ માટે 1.50 લાખ કરોડનું રોકાણ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું હતું કે ગુજરાતમાં અમે અનેક પોર્ટ વિકસિત કર્યા છે. આજે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અનેક પાવરપ્લાન્ટ છે. ગુજરાત સમગ્ર દેશને ઊર્જા પહોંચાડે છે. સૌરાષ્ટ્રને ઊર્જાનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરાયો છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી શરૂ કરીને લોકોની મુશ્કેલીઓ દૂર કરી છે. રો-રો ફેરીથી 40 લાખ લિટર પેટ્રોલ-ડીઝલની બચત થઈ છે. લોથલ જેવું સૌથી જૂનું પોર્ટ ગુજરાતમાં છે.

તેમણે સંબોધનમાં આગળ કહ્યું હતું કે લોથલ આપણી વિરાસતનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે, જેને સમગ્ર વિશ્વના પ્રવાસન નકશા પર લાવવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. લોથલની સાથે સાથે વેળાવદર નેશનલ પાર્કમાં પણ ઈકો-ટૂરિઝમ સર્કિટથી ભાવનગરને ખાસ કરીને નાના વેપારીઓને ફાયદો થશે. આજે ગુજરાતની કોસ્ટલલાઇન લાખો લોકો માટે રોજગારીનું માધ્યમ બની છે. ઉપરાંત એ દેશની આયાત-નિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. આજે ગુજરાતનો દરિયાકિનારો પુનઃપ્રાપ્ય ઊર્જા અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પર્યાય તરીકે ઊભરી રહ્યો છે. હું અહીં મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો. આજે વિકાસની અનેક પરિયોજના લઈને હું આવ્યો છું. ભાવનગરના ભવિષ્યને ચાર ચાંદ લગાડનારી યોજનાઓ નેલઈને હું આવ્યો છું.

ભાવનગરના ગાંઠિયા દેશ-દુનિયામાં વખણાય છે એ નાની વાત નથીઃ મોદી
નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં ભાવનગરી ગાંઠિયાને યાદ કર્યા હતા. ભાવનગરમાં આવી ગાંઠિયા અને દાસના પેંડા યાદ આવે, ગાંઠિયા યાદ કરું ને મને મારા હરિસિંહ દાદા યાદ આવે. વર્ષો પહેલાં રાજકારણમાં પણ નહોતો ત્યારે અમને ગાંઠિયા ખાવાનું શીખવનાર હરિસિંહ દાદા હતા, અત્યારે તો નવરાત્રિ છે.

મોદીની સુરતની મુલાકાત બાદ હવે ભાવનગરની મુલાકાતે આવ્યા છે. જ્યાં કરોડોનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. સુરતમાં પણ વડાપ્રધાનનો રોડ-શો યોજાયો હતો.

ભાવનગરમાં આજે આ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું

લોકાર્પણ
સૌની યોજના, લિંક –2, પેકેજ -7 - રૂા. 401.78 કરોડ
25 મેગાવોટ સોલર પ્રોજેક્ટ - રૂ।. 111.93 કરોડ
રીજનલ સાયન્સ સેન્ટર, ભાવનગર - રૂા. 100.00 કરોડ
કન્ટેઇનર મેન્યુફેક્ચરિંગ, નવાગામ ભાવનગર - રૂ।. 70.00 કરોડ
ભાવનગર એસ.ટી. બસ સ્ટેશન - રૂા . 11.10 કરોડ
મોડલ સ્કૂલ , તળાજા – રૂા . 10.00 કરોડ
સરકારી કન્યા છાત્રાલય - રૂ।. 5.86 રોડ
મોતીબાગ ટાઉનહોલ, ભાવનગર - રૂ।. 5.31 કરોડ
યુ.જી.ડી. બોટાદ ફેઝ -1 અને 2- રૂા .57.94 કરોડ
32 એમ.એલ.ડી., એસ.ટી.પી., બોટાદ - રૂા . 42.72કરોડ

ખાતમુહૂર્ત
સી.એન.જી. ટર્મિનલ, નવાબંદર - રૂ।. 4024.00 કરોડ
જી.આઇ.ડી.સી., નવા માઢિયા - રૂ।. 200.00 કરોડ
સૌની યોજના, લિંક -2, પેકેજ -9 – રૂ।. 134.91 કરોડ
ઓગમેન્ટેશન ઓફ બુધેલ ઝોન ફેઝ -2 -રૂા. 25.16 કરોડ
અકવાડા તળાવ, ભાગ -2 - રૂા . 17.94 કરોડ
એસ.ટી. વિભાગીય કચેરી, ભાવનગર- રૂ।. 7.62 કરોડ
ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ – રૂા. 1044.69 કરોડ
ગઢડા ઓગમેન્ટેશન યોજના ભાગ -2 - રૂ।. 113.89 કરોડ
એ.યુ.જી ઓફ બોટાદ આરડબ્લ્યુએસએસ વિભાગ - 2 - રૂ।.107.06 કરોડ
એયુજી ઓફ બરવાળા આરડબ્લ્યુએસએસ વિભાગ - 2- રૂ।. 26.90 કરોડ
બાબરા વૃક્ષ સુધારણા પાણીપુરવઠા યોજના - રૂા . 49.15 કરોડ
ઇશ્વરિયા વિકાસ વૃદ્ધિ - રૂા . 42.85 કરોડ
અમૃત યોજના અંતર્ગત વિવિધ કામો - રૂ।. 15.82 કરોડ

અન્ય સમાચારો પણ છે...