તપાસ:નાનીપાણીયાળીના ખેડૂતનો રૂપિયાઅઢી લાખ ભરેલો થેલો ઉપાડી ગઠીયો નાસી છુટયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પાલિતાણા મેઇન બજારમાં નાનીપાણીયાળીના ખેડૂતે તેની મોટરસાઇકલની ડીકીમાં રાખેલ અઢીલાખ કરતા વધુની રકમ સાથેનો થેલો બાઇક ધીમી પડતા કોઇ અજાણ્યા ગઠીયાએ નઝર ચુકવી ઉપાડી જઇ નાસી ગયો હતો. પાલિતાણાના નાનીપાણીયાળી ગામે રહેતા અને ખેતીનુ કામ કરતા અજયભાઇ વિઠ્ઠલભાઇ રાઠોડ આજે બપોરે પાલીતાણા બેન્ક ઓફ બરોડા શાખામાંથી રોકડ રૂપિયા 2,58,000 લઇ એક થેલીમાં મુકી તેના આધારકાર્ડ તથા પાસબુક સાથેનો થેલો મોટર સાઇકલની ડીકીમાં મુકી પાલિતાણા મેઇન બજાર માંડવી શેરી તરફ જઇ રહ્યાં હતા.

ત્યારે ટ્રાફીકના કારણે મોટરસાઇકલ ધીમુ પાડતા તેની નઝર ચુકવી કોઇ શખ્સે ડીકીમાંથી રૂપિયા ભરેલો થેલો ઉપાડી નાસી છુટ્યો હતો. જે અંગેની જાણ અજયભાઇને થતા તેણે પાલીતાણા પોલીસ મથકે જઇ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી અજાણ્યા શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...