ભાવનગર કોર્પોરેશન દ્વારા કંસારા સજીવીકરણ માટે રામમંત્ર મંદિર થી તિલકનગર ડિસ્પોઝલ સુધી તો દબાણોનો ખુરદો બોલાવી દીધો પરંતુ રામમંત્ર બ્રીજ થી કાળીયાબીડ તરફની ત્રણ ચાર માળની ગેરકાયદેસર ઈમારતો ખડકાયેલી છે તેનું ભાવિ પણ આગામી દિવસોમાં ધુંધળુ જ છે. પરંતુ કોર્પોરેશનને તેમાં જમીન સામે જમીન આપવી પડશે.
કંસારા સજીવીકરણ પ્રોજેક્ટ માટે સરકારે ફાળવેલી ગ્રાન્ટ અને પ્રોજેક્ટની ગ્રાઉન્ડ લેવલ પર કરેલી શરૂઆતને કારણે કંસારા જરૂરથી શુદ્ધ થશે તેની શક્યતા બળવતર બની છે. તાજેતરમાં જ રામમંત્ર બ્રીજ થી તિલકનગર ડિસ્પોઝલ સુધીમાં પોલીસ બંદોબસ્ત સાથેના મસ મોટા સ્ટાફને કંસારામાં ઉતારી દેતા 714 બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધુ છે. જોકે, કંસારાનો મુળ પ્રોજેક્ટ કરતા અડધી જ પહોળાઈ રહી છે. જેથી હાલમાં 7.6 કિલોમીટર કંસારો ખુલ્લો થઈ ગયો છે.
પરંતુ તે તો કોર્પોરેશનની જમીનમાં દબાણ હતું અને કોર્પોરેશને કોઈ અડચણ વગર બુલડોઝર ફેરવી દીધુ હતું જ્યારે હવે જે રામમંત્ર બ્રીજ થી વેસ્ટ વિયર તરફ કંસારા પ્રોજેક્ટ છે તેમાં કાળીયાબીડ વિસ્તારમાં કંસારાના કાંઠે હિરાના કારખાના સહિતની ત્રણ ચાર માળની બિલ્ડીંગો છે તે જ કોર્પોરેશન માટે અઘરૂ છે. 15 થી વધુ પ્લોટમાં કરેલા બાંધકામ ખરેખર તો ગેરકાયદેસર જ છે. કંસારાથી 9 મીટરમાં કોઈપણ પ્રકારનું બાંધકામ થઈ જ ના શકે, જેથી કોર્પોરેશન ધારે તો તે બાંધકામ હાલમાં પણ તોડી જ શકે.
પરંતુ તે ગેરકાયદેસર બાંધકામો તેની માલિકીની જમીન પર કરેલા છે અને કોર્પોરેશનને તે જમીનની કંસારા પ્રોજેક્ટ માટે આવશ્યકતા હોવાથી ખાનગી જમીન કોર્પોરેશન લઈ તેની સામે અધેવાડા ટીપીમાં જમીન સોપવાની વિચારણા ચાલી રહી છે. અને આગામી દિવસોમાં તેનો નિર્ણય પણ કરવામાં આવશે.
જમીન મેળવવાની કાર્યવાહી શરૂ છે
રામમંત્ર બ્રીજ થી આગળ કંસારાના કાંઠે 500 મીટર જેટલા વિસ્તારમાં દબાણ હટાવવાના બાકી છે. તે પહેલા કાળીયાબીડમાં કંસારાના કાંઠેની ખાનગી માલીકોની જમીન મેળવવાની બાકી છે. જેની વિચરાણા અને કાર્યવાહી શરૂ છે.> એન.બી.વઢવાણીયા, ટી.ડી.ઓ.મ્યુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.