તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:શરમાળીયાદાદાના મંદિર ખાતે નાગ પંચમી ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરોમાં પૂજા-દર્શન માટે ભક્તો ની ભીડ ઉમટી

બોળચોથ ના પર્વ સાથે જન્માષ્ટમી પર્વ શ્રૃંખલા નો આરંભ થયો છે ત્યારે આજરોજ દર વર્ષની પરંપરા મુજબ નાગ પંચમી ના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, ભાવનગર શહેર-જિલ્લા માં આવેલ શરમાળીયા દાદાના મંદિરોમાં ભાવિકો દર્શનાથે ઉમટી પડયા હતા.

શહેરમાં બે સ્થળો નાગ પંચમીની ઉજવણી કરવામાં આવે છે જેમાં કુંભારવાડા સ્થિત અને જકાતનાકા પાસે આવેલ શરમાળીયા દાદાના મંદિરો ખાતે ભાવિકો દર્શનાથે ઉમટી પડ્યા હતા, જેમાં આજરોજ મહિલાઓ મંદિરોમાં કુલેર, શ્રીફળ, તલવટના નૈવેદ્ય ધરવા સાથે નાગલાની માળા ચડાવી સપૅદેવતા પાસે રક્ષાની કામનાઓ કરી હતી.

છેલ્લા બે વર્ષથી "કોરોના" ની મહામારીને પગલે લોક મેળા સહિતના આયોજન બંધ છે અને આ વર્ષે પણ કોરોનાની ત્રીજી લહેરના કારણે તમામ ધાર્મિક સ્થળોએ લોક-મેળા બંધ રાખવામાં આવ્યા છે.

દર વર્ષે શ્રાવણવદ પાંચમ ના દિવસને "નાગપંચમી" ના પર્વ તરીકે ઉજવવામાં આવે છેસૌરાષ્ટ્ર પંથકમાં શરમાળીયા દેવ(દાદા) ખેતરપાળ, ક્ષેત્રપાલ, વાસુકી, ખેતલીયાઆપા સહિતના નામે ઓળખાય છે તો દક્ષિણ ગુજરાત-ઉત્તર ગુજરાતમાં "ગોગા મહારાજ" તરીકે સપ પ્રચલિત છે અને લોકો આજે પણ આદરભાવ સાથે સાપ ની પૂજા-અર્ચના કરે છે ગુજરાતમાં અનેક સ્થળોએ સાપ દેવતાના મંદિરો આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...