તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માય મની સોલ્યુશનના ફ્રોડના ગુન્હા અંગે સીટની રચના કરાઇ, ભાવનગર રેન્જ IGP એ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લીધી

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર ખાતે અાવેલ માય મની સોલ્યુશન કંપની દ્વારા ભાવનગર,રાજકોટ,નડીયાદ,જેતપુર,અમદાવાદ શહેર ખાતે ધંધાદારી વહીવટ શરૂ કરી અોફિસો શરૂ કરવામાં અાવેલ હતી. જેમાં ભાવનગરમાં નાના અને મધ્યાવર્ગના રોકાણકારો દ્વારા રૂપિયા 76.55.56.000 ની રકમનું રોકાણ કરેલ હતુ. અા કંપનીના ભાગીદાર ઇન્દ્રજીતસીંહનું અવસાન થતા કંપનીના અન્ય ભાગીદારો દ્વારા રોકાણકારોના નાણા પરત અાપવા નિષ્ફળ ગયેલ. તેમજ મરણ જનાર ઇન્દ્રજીતસીંહના પિતા દ્વારા રોકાણકારોને નાણા પરત નહિં અાપવા તથા જાનથી મારી નાખવાની ધમકી અાપેલ. જે અંગે અે.ડીવીઝન પોલીસ મથકમાં જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો રજીસ્ટર કરેલ છે.

અા ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર રેન્જ અાઇજીપી અશોક કુમાર યાદવે બનાવ અંગેની તપાસ નિષ્પક્ષ, ઉંડાણપુર્વક અને વૈજ્ઞાનિક ઢબે થાય તે માટે ઇન્ચાર્જ ડીવાયઅેસપી અે.અેમ.સૈયદ તથા અેલસીબી પી.અાઇ. વી.વી.અોડેદરાની ભાવનગર પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામા સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ ની રચના કરવામા અાવેલ છે. ઉપરોકત ગુન્હાની તપાસ હાલ અે.ડીવીઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.અાઇ.અેન.જી.જાડેજા પાસેથી લઇ અેલ.સી.બી.પી.અાઇ.વી.વી.અોડેદરા ને સોંપવા હુકમ કરવામાં આવતા તપાસ શરૂ કરાઇ છે.

નિર્ભયતાથી પોલીસને જાણ કરો
ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર,બોટાદ અને અમરેલી જિલ્લાના નાના અને મધ્યમ વર્ગના રોકાણકારોના દ્વારા માય મની સોલ્યુશન કંપનીમાં જીવન મુડીનું રોકાણ કરવામાં અાવેલ હોય જે નાણા કંપનીઅે પરત ન અાપતા અા અંગે વિના સંકોચે,નીર્ભયતાથી તથા વીના વિલંબે પોતાની નજીકના પોલીસ કન્ટ્રોલ રુમ ભાવનગર 0278-2520350, અમરેલી 02792-2223498 તથા બોટાદ 02849-231401 પર તથા તપાસ કરનાર અધીકારી વી.વી.અોડેદરા અેલસીબી પીઅાઇ.મો.નં.9825096339-8160296700 પર સત્વરે જાણ કરવા તથા જરૂરી દસ્તાવેજો અાપવા તમામ ભોગ બનનાર રોકાણકારોને અપીલ કરવામાં અાવેલ છે. > અશોક કુમાર યાદવ, અાઇજીપી,ભાવનગર રેન્જ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો