ભાવનગર પાસેના વરતેજ તાબેના નવાગામ ખાતે રહેતા શ્રમજીવીની પત્ની છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસને કારણે રિસાઈ ગઈ હોય, એનાથી કંટાળી યુવકે તેનાં બન્ને બાળકોને ગળેટૂંપો દઇ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ત્યારે આપઘાત પહેલા યુવના બનાવેલો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહે છે કે મોટાભાઇ જીતુભાઇ તમારા દીકરાનો વાંક નથી. મારી પત્નીને આયરના છોકરા સાથે સંબંધ હતો. જીંદગીમાં મારે કરવું હતુ તે કરી નાખ્યું છે. ગગલાને અને મારી વહુને ભલે ગમે તેવા સંબંધ હોય તો હવે તેને તેનું ઘર માંડવું હોય કે તેના ઘરમા઼ બેસવું હોય તો ભલે બેસે.ભલે તેના ઘરમાં રહે. હુ઼ અને મારા છોકરા રાજી ખુશીથી મરી જઇએ છીએ. મારે છોકરાને પણ જીવવા દેવા નથી. મારી પીઠ પાછળ ઘા કર્યો છે.
જેની સાથે રહ્યો તેણે મને દગો દીધો
આ સાથે જ વીડિયોમાં કહે છે કે, આ દુ:ખના કારણે મરૂ છુ.અને મારા છોકરાને પણ મારૂ છુ. જેણે મારી વહુને સપોટ કર્યો છે. તેને હુ બદ દુવા આપુ છુ. તે દુ:ખી થશે. મારો આત્મા બળી ગયો જેની સાથે રહ્યો તેણે મને દગો દીધો છે. મે જે વસ્તુ જાણી છે. જોઇ છે. તે બહુ ખરાબ છે. કોઇને દોષ્ દેવો નથી. મારી લંકા લૂંટાઇ ગઇ છે. એટલે હું લૂંટાઇ જાવ છુ.મારા મા સમાન ભાભી ઉપર મે હાથ ઉપાડયો છે. તો ભાઇ મને મોટાભાઇ છો માફ કરી દેજો. મે કાળમા આવીને હાથ ઉપાડયો હતો.મારી વહુએ જે કાળા મોઢા કર્યા છે. તે તે જ જાણે. હવે મારે કાંઇ જોવાનુ નથી.હુ મરી જાવ છુ.તુ તારા ઘર-પરિવારનુ ધ્યાન રાખજે. મે જેનાથી પૈસા લીધા છે. તે ગટીયાથી લઇ લે તેમ કહેજે. આ રીતે મરતા પહેલા લાલાભાઇએ બનાવેલ વીડીયો વાયરલ થયો છે. અને આ અંગે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે. તે જોવાનુ રહેશે. વીડીયો અંગેની ખરાઇ પણ પોલીસ તપાસમા બહાર આવશે.
મને વીડીયોની મંગળવારે સવારે ખબર પડી
મારા મૃતકભાઇ નાનાભાઇ લાલાભાઇના વીડીયો બાબતે મને આજે સવારે 8-15 વાગ્યે ખબર પડી છે. મે તેમનો મોબાઇલ આજે જોયો છે. અને તે જોતા તેમાથી તેમનો અને તેમના બાળકોનો વીડીયો મળતા હુ ધ્રુસકે ધ્રુસકે રડી પડયો હતો.વીડીયોમા મારા ભાઇએ મને સંબોધીને જણાવેલ છે કે મારા નાનાભાઇના પત્નીને કરદેજના શખ્સ સાથે આડા સબંધ હતા. પોતે કંટાળીને આ પગલુ ભરી રહયા છે. - જીતુભાઇ નાગજીભાઇ ચૌહાણ, મૃતકના મોટાભાઇ, મુળ ગામ કરદેજ
અમને વીડીયો મળ્યો નથી મૃતક લાલાભાઇનો વાયરલ થયેલ વીડીયો બાબતે મને કશી ખબર નથી.મારી પાસે વીડીયો આવેલ નથી.તમારી પાસે હોય તો મને મોકલો.હુ જોઇ લઇશ. - એમ.એસ.જાડેજા, પી.એસ.આઇ.,વરતેજ પોલીસ સ્ટેશન
ભાવનગરમાં એક મહિનામાં સામૂહિક આપઘાતની બીજી ઘટના
બનાવની મળતી વિગતો મુજબ, વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના નવાગામ ખાતે રહેતા અને મજૂરીકામ કરતા લાલાભાઇ નાગજીભાઇ ચોહાણ (ઉં.વ.30 )ને તેની પત્ની સાથે કેટલાક સમયથી ઘરકંકાસ ચાલતો હતો. પોતાની આર્થિક સ્થિતિ થોડી નબળી હોઈ વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. છેલ્લે થયેલા ઝઘડા બાદ પત્ની રિસાઈને તેના પિયરે ચાલી ગઈ હતી અને સમજાવ્યા છતાં પરત ન આવતાં લાલાભાઇને કામધંધાની જવાબદારી અને નાની દીકરી પ્રતિજ્ઞા (ઉં.વ.5 ) તથા પુત્ર માનવ (ઉં.વ.3 )ને સાચવવાની પણ જવાબદારી હતી, જેથી તેઓ કામ ધંધે જઇ શકતા ન હોય અને પત્ની રિસાઈ ગઈ હોઈ, જેનાથી તેઓ કંટાળી ગયા હતા. પ્રથમ બન્ને બાળકોને ઘરના પતરાની છતમાં લાગેલા લોખંડના પાઇપ સાથે કપડાં બાંધી ગળે ટૂંપો દઈ બાદમાં પોતે પણ ફાંસો ખાઇ લેતાં ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.