તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાનું મારૂ સ્વપ્ન સાકાર થયું : સાકરીયા

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારા પિતા જીવિત હોત તો વધુ આનંદ થાત
  • શ્રીલંકાના પ્રવાસે જતી ભારતીય ક્રિકેટ ટીમમાં ભાવનગરના ચેતન સાકરીયાનો સમાવેશ કરાયો

શ્રીલંકાના પ્રવાસે જતી ભારતીય ક્રિકેટ ટીમમાં ભાવનગરના ડાબેરી ફાસ્ટ બોલર ચેતન સાકરીયાનો સમાવશે કરાયો છે. પોતાની પસંદગી અંગે ચેતન સાકરીયાએ સૌરાષ્ટ્ર સમાચાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021 મારા માટે અનેક ચઢાવ-ઉતારવાળું રહ્યું છે. શ્રીલંકાના પ્રવાસે જોમ અને ભારતની ટીમમાંથી રમવાનો મોકો મળશે તો હું મારી ટીમ વતી શ્રેષ્ઠ બોલિંગનું પ્રદર્શન કરવાનો સતત પ્રયત્ન કરીશ. ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થવા અંગે સાકરીયા એ જણાવ્યું હતું કે દેશ પતી રમવું છે એ દરેક ખેલાડીઓનું સપનું હોય છે.

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમને ચેમ્પિયન બનવાનું સપનું પૂર્ણ થયું તેમાં હું ટીમમાં સામેલ હતો તેની ખુશી એક અલગ હતી. ત્યારબાદ આઈપીએલમાં મારી પસંદગી કરવામાં આવી અને મને જ્યારે જ્યારે રમવાનો મોકો મળ્યો છે ત્યારે મેં મારી પસંદગીને યથાર્થ ઠેરવવાનો પ્રયત્ન કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થવાના મોકા પર ચેતન સાકરીયાએ જણાવ્યું હતું કે મારા પિતા અને મારો ભાઈ જો આ દુનિયામાં જીવિત હોત તો મારી આ પ્રગતિને નિહાળીને ખૂબ જ ખુશ હોત. મારા પપ્પાને વિશ્વાસ હતો કે હું ભારતીય ક્રિકેટ ટીમમાં એક દિવસ જરૂર પસંદગી પામીશ. ભારતીય ક્રિકેટ ટીમ મા તમારી તૈયારી કેવી રહેશે તેના અંગે સાકરીયાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન કોઈ ખાસ તૈયારીઓ નથી પરંતુ ફિટનેસ પર હંમેશા મેં ધ્યાન આપેલું છે. મારી નૈસર્ગિક કોલિંગને ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશ.

અન્ય સમાચારો પણ છે...