તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • My Bhavnagar, Clean Bhavnagar Closing Ceremony Today, Winners Honored Saurashtra Samachar And Bhavnagar Municipal Corporation's Joint Venture Campaign Will Honor The Winners In 12 Categories

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમારોહ:મારૂં ભાવનગર, સ્વચ્છ ભાવનગરનો આજે સમાપન સમારોહ, વિજેતાઓનું સન્માન સૌરાષ્ટ્ર સમાચાર અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઝૂંબેશમાં 12 કેટેગરીમાં વિજેતાઓનું સન્માન થશે

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે મારૂ ભાવનગર સ્વચ્છ ભાવનગર અભિયાનની ભાવનગર મહાનગરપાલિકાના સહયોગ સાથે શરૂઆત કરી હતી. 60 દિવસ સુધી ચાલેલા આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાના વિષયે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. હવે આ કાર્યક્રમનો સમાપન સમારોહ અને સાથે વિજેતાઓનો સન્માન સમારોહ આવતી કાલ તા.6 ડિસેમ્બરને રવિવારે સાંજે 4.30 કલાકે ઇપી સિનેમા, સ્ક્રિન-4, શિવા બ્લેસિંગ-2, મ્યુ.કોર્પો. સામે, કાળાનાળા ખાતે કોરોનાની મહામારીની ગાઇડલાઇન મુજબ અને માત્ર આમંત્રિતો માટે યોજાયો છે.

સમાપન સમારોહમાં અતિથિ વિશેષપદે મેયર મનહરભાઇ મોરી, ડેપ્યુટી મેયર અશોકભાઇ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન યુવરાજસિ઼હ ગોહિલ, વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, કમિશનર એમ.એ.ગાંધી, ડીએસપી. નયપાલસિંહ રાઠોર, ડીડીઓ વરૂણકુમાર બરનવાલ ઉપસ્થિત રહેશે.

આ અવસરે જુદી જુદી સ્પર્ધા અંતર્ગત શોર્ટ ફિલ્મ વિજેતા, સ્વચ્છ હોસ્પિટલ, વોલ પેઇન્ટિંગ વિનર, સ્વચ્છતા સ્લોગન વિનર, સ્વચ્છ હોટલ, સ્વચ્છ કોમ્પલેક્સ, જિંગલ ઓડિયો વિનર, સરકારી કચેરી, સ્વચ્છ સ્કૂલ, સ્વચ્છ સોસાયટી, નુક્કડ નાટક વિનર અને કોરોના વોરિયર્સ સન્માન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો