વિશેષ:મુસ્લિમ IPSએ આપ્યું શ્રીકૃષ્ણ અને ગીતા વિશે જ્ઞાન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વક્તવ્યમાં કૃષ્ણ અને રામ વિશે વાત કરી: જિલ્લામાં શાંતિ સલામતિ માટે સંતો પાસે આશીર્વાદ માંગ્યા
  • ભાવનગરના ASPએ ધર્મસભાને સંબોધિત કરી

ભાવનગરના યુવા એએસપી સફિન હસને શક્તિ આરાધના ધર્મોત્સવમાં કૃષ્ણ અને રામ વિશે વાતો કરી હતી. 10 મીનીટના સફિન હસનના વક્તવ્યમાં અર્જુન વિષાદ યોગ, ધર્મ-અધર્મ અને મર્યાદાપુરૂષોત્તમ રામની વાતો સાંભળી શ્રોતાઓએ મંત્રમુગ્ધ બની તાળીઓથી વધાવી લીધાં હતા. શહેરના ચિત્રા ઓમ પાર્ટી પ્લોટમાં આયોજીત શક્તિ આરાધના ધર્મોત્સવમાં ASP સફિન હસને પોતાના 10 મીનિટના વક્તવ્યમાં ત્યાં હાજસ સૌ કોઈના દિલ જીતી લીધાં હતા. તેમણે પોતાના વક્તવ્યમાં કૃષ્ણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કૃષ્ણ તમામ પરિસ્થિતિનો સ્વિકાર કરી જીવન જીવતા શિખવે છે.

કૃષ્ણ હિંસા-અહિંસા, સુ:ખ-દુ:ખ તમામનો સ્વિકાર કરી શકે છે તેથી જ તેને પુર્ણ પુરૂષોત્તમ કહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, સમસ્તમાં પરમાત્મા જોતા થાઓ ત્યારે ધર્મની વધારે નજીક પહોંચી શકાય છે. આપણાથી અન્ય કોઈ પણ વ્યક્તીને તે પછી કોઈ પણ ધર્મ જાતિનો હોય તેને દુ:ખ પહોંચે ત્યારે પરમાત્માને પણ દુ:ખ પહોંચે છે. દરેકે પોતાની આસ્થા પ્રમાણે કૃષ્ણના અલગ-અલગ અવતારને સ્વિકારી પુજ્યો છે પણ આપણે જ્યારે અખિલાધિપતિનો સ્વિકાર કરીશું ત્યારે જીવનનો સંપૂર્ણ સ્વિકાર કરીશું. જ્યારે મર્યાદાપુરૂષોત્તમ રામે તો સમાજનો સ્વિકાર કરેલો છે.

વિજ્ઞાને જે ઉત્ક્રાંતિની વાત કરી તે આપણાં પુરાણોએ હજારો વર્ષો પહેલાં કરી દીધી છે. એક મુસ્લિમ અધિકારીએ હિંદુ ધર્મ પર કરેલી આ વાતથી ત્યાં ઉપસ્થિત સૌ સાધુ-સંતો અને શ્રોતાઓના દિલ જીતી લીધાં હતા અને અંતેમાં તેમણે ભાવનગરમાં શાંતિ અને સલામતિ બની રહે તે માટે સંતોના આશિર્વાદ મેળવ્યા હતા. ભાવનગરના આ યુવા અધિકારીએ ધર્મ-અધર્મના યુદ્ધ વિશે પોતાનું વક્તવ્ય આપ્યા બાદ ત્યાં ઉપસ્થિત સૌ કોઈએ તેમને તાળીઓથી વધાવી લીધાં હતા.

દરેક ધર્મ માનવતાનો સંદેશો આપે છે
દરેક ધર્મ માનવતાનો સંદેશો આપે છે. હું દરેક ધર્મના ધાર્મિક ગ્રંથો વાંચું છું અને દરેક ધર્મના સારા પુસ્તકો દરેક વ્યક્તિએ વાંચવા જોઈએ. મારા વ્યક્તિગત જીવનમાં શ્રીક઼ૃષ્ણનો પૂર્ણ પુરૂષોત્તમ અવતારને પુજવો પસંદ કરૂ છું અને એ સિવાય મહાભારતના શ્રીકૃષ્ણનો અવતાર જીવનના અનેક પ્રશ્નોના ઉકેલ આપે છે. વિશ્વમાં ક્રિશ્ચીયન, ઈસ્લામ, હિન્દુ, બૌદ્ધ, શીખ, યહુદી સહિતના કોઈપણ ધર્મો હિંસાચારમાં માનતા નથી > સફીન હસન, એએસપી, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...