તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી:મહાનગરપાલિકાએ શાળા-કોલેજો પર 5 ગણો ટેક્સનો વધારો ઝીંક્યો, ટેક્સમાં રાહત આપવી તો દૂર રહી

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહામારીના સમયમાં કરાયેલ ટેક્સનો વધારો સ્થગિત કરવા પૂર્વ નગરસેવકે કરેલી માંગ

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાંથી પસાર થાય છે જેમાં લોકો પાસે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી પડી રહી છે તેવામાં ભાવનગર મહાનગરપાલિકા તા.1.4.20થી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી સંસ્થાઓ પર ટેક્સ વધારાની મંજૂરી સરકાર પાસેથી લઈ ચૂકી છે. એક બાજુ બેંક હોમ લોન વગેરેમાં વ્યાજ દર ઘટાડી રહી છે, ભારત સરકાર દ્વારા ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરાયું છે. એવામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિયમસરની કાર્યવાહી કર્યા વગર પ્રજાને ત્રાસમાં મોકલવા એજન્ડામાં લીધા વગર અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ મંજૂર કરાવી, નગરસેવકોને અભ્યાસની તક આપ્યા વગર ભાવનગરની પ્રજા ઉપર ટેકસનો ભારણ વધારી ર મેહી છે. મહાનગરપાલિકાએ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવતી શાળા-કોલેજો, જીમ, ખાનગી ટ્યૂશન ક્લાસ, ક્લબ વગેરેના ટેક્સ માં ચારથી પાંચ ગણા ટેક્સનો વધારો કરી દીધેલ છે, જેમાં રાજ્ય સરકારને પણ અંધારામાં રાખી વ્યાજબી સમય અને માહિતી પૂરી પાડેલ નથી. હાલમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલતી હોય તેવા સમયમાં કરાયેલ ટેક્સનો વધારો સ્થગિત કરવો જોઈએ અને એ બાબતે મહામારીમાં થી બહાર નીકળી પછી વિચારણા કરવી જોઈએ એમ કિરણભાઈ ગાંધી પૂર્વ નગરસેવકએ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો