તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસમાનતા:મ્યુ.કોર્પો. શિક્ષણ સમિતિમાં શિક્ષણ શાખાનો એકેય ઉમેદવાર ન મળ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ કે કોંગ્રેસે શિક્ષણની સમિતિમાં કેળવણીકાર ગોતવા જોઇએ, મહિલાઓ સાથે અસમાનતા
  • અનામતની દ્રષ્ટિએ પણ 4 મહિલા સભ્યો તો હોવા જ જોઇએ

ભાવનગર શિક્ષણ સમિતિમાં આ વખતે ઉચ્ચ શિક્ષણ ધરાવતા સભ્યોની પસંદગી થઇ છે તે વાત આનંદની છે. પરંતુ આ સાથે બે સવાલ પણ ઉદભવે છે જેમાં પ્રથમ સવાલ કે ભાવનગર શહેરમાં કોઈ પક્ષને શિક્ષણ સમિતિમાં ઉમેદવારી માટે શિક્ષણ સાથે સંકળાયેલા કોઈ સભ્ય ના મળી શકે? કારણકે 4 સભ્યો કાયદા શાખાના, 1 સભ્ય તબીબી, 1 તકનીકી, 4 વિનયન અને 2 સભ્યો વાણીજય શાખાના છે. શિક્ષણશાખામાંથી કોઈ નહિ ?

શું પક્ષ પાસે કાર્યકરોમાં શિક્ષણ સાથે સંકળાયેલા કાર્યકરો નહી હોય? શિક્ષણ સમિતિના સુચારુ વહીવટ માટે એકાદ-બે આ શાખા સાથે અથવા બાળ કેળવણીનો અનુભવ ધરાવતા સભ્યોનો સમાવેશ કરવો જોઈએ. કારણકે સમિતિ સમક્ષ શિક્ષણના RTE ને લગતા પ્રશ્નો પણ આવતા હશે. બાળ અધિકારો, બાળકો માટેની સરકારી નીતિઓ - યોજનાઓ અને જુવેનાઇલ જસ્ટીસ એક્ટની જોગવાઈઓની જાણ સભ્યોમાં હોવી પણ આવશ્યક છે. બીજું, સભ્યોની પસંદગીમાં મહિલાઓ સાથે થતો અસમાનતા રૂપી અન્યાય ઉડીને આંખે વળગે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થોમાં આપવામાં આવતા મહિલા અનામતનો મુદ્દો ધ્યાને લેવો જોઈએ.

સમિતિ માટે જાહેર થયેલ ઉમેદવારોમાં માત્ર એકજ મહિલા ઉમેદવાર છે. જ્યારે પ્રાથમિક શિક્ષણની શાળાઓમાં જોઈએ તો ધો. 1થી 7 માં શિક્ષિકાઓનું પ્રમાણ વધારે હશે. ત્યારે સમિતિમાં પણ ઓછામાં ઓછું 33% નું પાલન ના થવું જોઈએ? આ રીતે જોઈએ તો 4 મહિલા સભ્યોને સમિતિમાં સ્થાન મળી શકે. આશ્ચર્યની વાત છે કે કોઈ પક્ષને સભ્યપદ માટે મહિલા સભ્યો નથી મળતા. આ અંગે વિચારવું રહ્યું.

ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં ભાજપ અને કોગ્રેસમાં ભણેલા ગણેલા અને ડબલ ગ્રેજ્યુએટ ઉમેદવાર મળ્યા છે પરંતુ વર્ષોથી કેળવણી સાથે સીધો સંપર્ક હોય તેવા ઉમેદવાર મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...