તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બકરૂ કાઢતા ઊંટ પેઠુ જેવી સ્થિતિ:કોરોના કુણો પડ્યો ત્યાં મ્યુકરે માથું ઉચક્યું કોરોનામાં મૃત્યુદર 1.36% , મ્યુકરમાં મૃત્યુદર 5%, બ્લેક ફંગસથી ભાવનગરમાં 2 દર્દીના મોત

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મ્યુકરમાઇકોસિસના નવા 3 શંકાસ્પદ કેસ સાથે ભાવનગરમાં કુલ 279 દર્દીઓ નોંધાયા
  • કોરોનામાં સમગ્ર જિલ્લામાં 367 એક્ટિવ દર્દીઓ હોય હોસ્પિટલોમાં કોરોનાના 81ટકા બેડ હવે ખાલી : કુલ 20,705 દર્દીઓ સાજા થઈ ગયા

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકરમાઇકોસિસનાં 3 શંકાસ્પદ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ 124 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. આજે એક જ દિવસમાં મ્યુકરમાઇકોસિસના રોગથી ભાવનગરમાં વધુ બે દર્દીના મોત થતા આજ સુધીમાં કુલ આ નવા રોગથી કુલ 14 દર્દીના મોત થયા હતા. ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીમાં આજ દિન સુધીમાં કુલ પોઝિટિવ કેસ 21,354 નોંધાયા છે અને તેની સામે 291 દર્દીના મોત થયા કોરોનાના મહામારીના રોગમાં ભાવનગર જિલ્લામાં મૃત્યુદર 1.36 ટકા છે.

જ્યારે મ્યુકરમાઇકોસિસના આ રોગમાં આજ સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ 279 કેસ નોંધાયા છે અને તેમાં 14 દર્દીના મોત થતા મૃત્યુદર 5.01 ટકા નોંધાયો છે. જે કોરોનાથી ઘણો ઉંચો કહી શકાય. જ્યારે અન્ય રોગો સાથે ભેગા કરીને કુલ 46 મોત નોંધાયા છે.ભાવનગર જિલ્લામાં કુલ 124 કેસ નોંધાયેલા પૈકી 112 કન્ફર્મ કેસ, 10 સસ્પેક્ટેડ કેસ અને 2 નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં 14 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં મ્યુકરમાઇકોસિસના કુલ 279 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી મ્યુકરમાઇકોસિસથી 14ના મોત થતા મૃત્યુદર 5 ટકા થયો છે.

ભેજવાળા વાતાવરણમાં ફંગસ વધુ થાય છે
અત્યારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે. લોકો કહે છે કોવિડને કારણે ફંગસ થાય છે જે સત્ય નથી. સેકેન્ડ વેવમાં ‌વધી રહેલા કોવિડને કારણે ઓક્સિજનનો વપરાશ પણ વઘ્યો હતો. લોકોને જે ઓક્સિજનની પાઈપ આપવામાં આવે જો તેને ડિસ્ટિલ વોટરથી પ્રોપર સાફ કર્યા વિના અન્ય પેશન્ટને આપી દેવામાં આવી હોય તો નક્કી આ ફંગસ શરીરમાં જઈ શકે છે.

ઈમ્યુનિટી સારી હોય તો આ ઇન્ફેકશન થતું નથી
બેકરીની વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી ટાળો, મ્યુકરમાઇકોસિસ ભેજના વાતાવરણમાં ફૂગ જોવા મળતી હોય છે. રૂટિન લાઈફમાં આવા વાતાવરણ સાથે આપણે સંપર્કમાં આવતા હોઇએ છીએ પણ જો આપણી ઈમ્યુનિટી સિસ્ટમ સારી હોય તો મ્યુકરમાઇકોસિસનું ઈન્ફેક્શન નથી થતું. ભારતમાં મ્યુકરમાઇકોસિસનું પ્રમાણ વધુ છે. તેની પાછળ ત્રણ મુખ્ય કારણ છે. ઈમ્યુનિટી ઓછી હોવી, સ્ટિરોઈડનું પ્રમાણ વધી જવાથી અને ડાયાબિટિસના પેશન્ટનું સુગર કંટ્રોલિંગ મોનિટરિંગ રાખવામાં ન આવ્યું હોય તો પણ થવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...