તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખર્ચ વસુલાત:મ્યુ. પ્રા. શાળાના મેદાનના ભાડામાં ડબલ વધારો, ગંદકી હશે તો ડિપોઝીટ કાપી લેવા

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડવા-બ વોર્ડનો રૂ.25.20 લાખનો ડ્રેનેજ કોન્ટ્રાક્ટ અપાશે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મેદાનોમાં ભાડે રાખનારા ગંદકી ફેલાવતા હોવાનો પ્રશ્ન પેચીદો બની રહ્યો છે. જેથી શાળાના મેદાનની લાઇસન્સ ફી માં ડબલ વધારો કરવા સાથે 5000 રૂપિયા ડિપોઝિટ વસૂલવા તેમજ ગંદકી ફેલાવનાર સામે પણ ખર્ચ વસુલવાનો 15 મી એ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાશે.

16 કાર્યોની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરાશે
વપરાશકર્તાઓ પાસેથી લેવાતી પ્રતિ ચોરસ મીટરના રૂ.50 લેખેની લાયસન્સ ફી ઓછી હોવાથી તે રૂ.100 કરવા અને ડિપોઝિટ પેટે રાખેલા 5000 માંથી મેદાનમાં ગંદકી જણાય તો રૂ.3000 કે ખરેખર ખર્ચ થયો હોય તે વસૂલવા આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રજાના દિવસમાં શાળાનું મેદાન ભાડે આપવામાં આવે છે પરંતુ ભાડે રાખેલા આગલા દિવસે જ શાળા દ્વારા ભાડે રાખનાર ને મેદાનનો કબજો સોંપી દેવામાં આવે છે જે ખરેખર નિયમ વિરુદ્ધ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં વોટર વિભાગ દ્વારા જુદા જુદા પાણીની લાઈન સહિતના કામો માટે વાર્ષિક ભાવ મંજુર કરવા, ફાયર બ્રિગેડના સ્ટાફને સેફટી શુઝ અને હેલ્મેટ આપવા, વડવા-બ વોર્ડમાંલ ડ્રેનેજ ના કામ માટે વાર્ષિક રૂ.25.20 લાખ કોન્ટ્રાક્ટ થી આપવા સહિતના 16 કાર્યોની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો