તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપ:ભાવનગરના મ્યુ. અધિકારી સુરેશ ગોધવાણી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટુ ઈ-મેઈલ આઈડી બનાવી પોલીસ ફરિયાદ કર્યાનો આરોપ

મહાનગરપાલિકાના અધિકારી સામે પાન મસાલાના જથ્થા બંધ વેપારીના નામનું ખોટું મેઈલ આઈડી બનાવી ધંધાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડ્યા અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના ભાયાણીના ડેલામાં મહાદેવ ટ્રેડિંગના નામે જથ્થાબંધ પાન-મસાલાનો વેપાર કરતા નરેશમલ નાઉમલ આગીચાએ ગંગાજળિયા પોલીસ મથકમાં મહાનગરપાલિકાના અધિકારી સુરેશ મુરલીધર ગોધવાણી (રહે. સંસ્કારમંડળ વિસ્તાર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે,

કોઈ અનામી વ્યક્તિ દ્વારા તેમના નામનું ખોટું મેઈલ આઈડી દ્વારા કિશોરભાઈ ગુરુમુખાણી તથા મનોજભાઈ દ્વારા ચાલતી જાફરાની ઝર્દાની ફેક્ટરી ચલાવે છે અને બીલ વગર તમાકુ અને પાનમસાલાનું વેચાણ કરે છે તેવા ખોટા આક્ષેપો કરેલા તેમજ અન્ય એક ખોટા ઈમેઈલ આઈડી નરેશભાઈની મહાદેવ ટ્રેડિંગમાં નકલી પાન મસાલા અને ગુટખાનું બીલ વિના વેચાણ કરવામાં આવતું હોવાના અને લોકડાઉન દરમિયાન પોલીસની મદદથી ઊંચા ભાવે પાન મસાલા અને ગુટખાનું વેચાણ કરતા હોવાની ખોટી અરજી સ્ટેટ કંટ્રોલ રૂમ, ભાવનગર કલેક્ટર અને ભાવનગર એસપીને કરવામાં આવતા પોલીસ દ્વારા નરેશભાઈને અવાર-નવાર નિવેદન માટે બોલાવવામાં આવતા હતા.

તેથી નરેશભાઈ દ્વારા તેમના નામેથી ખોટા બે ઈ-મેઈલ આઈડી agichanaresh666@gmail.com તથા harubhaigondal@gmail.com બનાવી તેનો ઉપયોગ કરતા વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે સાઈબપ ક્રાઈમ સેલમાં અરજી કરતા આ મેઈલ આઈડીના ધારક સુરેશ મુરલીધર ગોધવાણી હોવાનું ખુલ્યું હતું. જે બાદ નરેશમલ નાઉમલ આગીચાએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે સંબંધિત કચેરીને નોટીસ મોકલી અધિકારીની પુછપરછ કરી ધરપકડ કરવા અંગેની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...